મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ પર્વમાં ભાવિકોને સોમનાથના આંગણે ઓરિસ્સાથી પધારેલા સેન્ડ આર્ટિસ્ટની કલાકૃતિઓ પણ માણવા મળશે.

કલાકૃતિઓ અંગે સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહૂએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે અમને મહાશિવરાત્રિના આ પર્વ પર સોમનાથ આવવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. અહીં અમને ત્રણ સ્કલ્પચર આર્ટ બનાવવાની તક મળી છે.

અન્ય રેત કલાકારોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી સાથે ઓરિસ્સાથી સુબોલ્લા મહારાણા અને જીતેન્દ્ર મહારાણા આવ્યા છે. રેતશિલ્પના માધ્યમથી અમે અહીં અમારી કલાનું પ્રદર્શન કરીશું. આ રેતશિલ્પ તૈયાર કરવામાં 60 ટન રેતી અને આશરે 2 થી 3 હજાર લીટર પાણીનો વપરાશ થશે. અમે ત્રણ દિવસમાં અમે ત્રણ આર્ટ તૈયાર કરીશું.

ગણપતિજી, શિવ-પાર્વતી અને કાર્તિકેયના સ્કલ્પચરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે અમે એક આર્ટ 24 કલાકમાં તૈયાર કર્યું છે. ખૂબ જ મહેનત થી આ સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવે છે. રાત-દિવસની મહેનતથી તૈયાર કરાયેલા આ આર્ટમાં કોઈ કેમિકલનો વપરાશ કરવામાં આવતો નથી. અન્ય આર્ટમાં સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ તૈયાર કરવામાં આવશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Empowerment 2026 Through AI Epic Leap: ગુજરાતમાં AI ક્રાંતિ તરફ મોટું કદમ

ગુજરાતમાં AI Ecosystemને મજબૂતી: Automation Anywhere સાથે MoU, 10 વર્ષમાં ₹100 કરોડ સુધીનો સહયોગ Empowerment ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે Automation Anywhere સાથે MoU કર્યો. AI, Automation અને RPA ક્ષેત્રે યુવાઓ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સને તાલીમ આપવા 10 વર્ષમાં ₹100 કરોડ સુધીનો સહયોગ મળશે. ગુજરાતમાં AI ક્ષેત્રે મોટું પગલું ગુજરાતને Artificial Intelligence એટલે કે AI, Automation અને Emerging Technologiesના ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે વૈશ્વિક ટેક્નોલોજી કંપની Automation Anywhere સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ MoU કર્યો છે. આ MoUનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં AI Ecosystemને વધુ મજબૂત બનાવવાનો અને રાજ્યના યુવાઓ તથા વિવિધ ક્ષેત્રના લોકોમાં નવી ટેક્નોલોજી અંગે જાગૃતિ અને કુશળતા વિકસાવવાનો…

Gujarat Education Department Launch Revolutionary Step: ધોરણ 6 થી 12 ની દીકરીઓ માટે મોટો નિર્ણય

Gujaratગુજરાત સરકારનો મોટો નિર્ણય: 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન, ₹46.68 કરોડનું બજેટ Gujaratની સરકારી શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓને દર મહિને મફત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન આપવામાં આવશે. જાણો યોજનાની સંપૂર્ણ વિગતો. Gujarat સરકારનો દીકરીઓ માટે મોટો નિર્ણય Gujarat સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી નેપકીન આપવામાં આવશે. આ યોજના માટે Gujarat સરકારે ₹46.68 કરોડથી વધુના બજેટની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં…