ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે.

પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે થઈ હતી, જેણે પોતાના જીવનમાં ક્યારેય પેન્સિલ પણ જોઈ નહોતી.”

પ્રાઇઝ મની વિશે વાત કરતાં રૂબલ નાગીએ જણાવ્યું કે, તેઓ આ રકમથી એક નવા સંસ્થાનની શરૂઆત કરશે, જ્યાં એવા બાળકોને શિક્ષણ આપવામાં આવશે જેમણે આજ સુધી સ્કૂલનો ચહેરો પણ જોયો નથી.પુરસ્કાર જીત્યા બાદ રૂબલ નાગીને કાશ્મીરના તંગધાર જિલ્લાના કરનાહ ગામ (LOC નજીક) થી એક ભાવુક કરી દેનારો વીડિયો મળ્યો હતો. આ વીડિયોમાં તેમના કમ્પ્યુટર સેન્ટરમાં અભ્યાસ કરતો એક બાળક તેમને અભિનંદન પાઠવતો જોવા મળે છે, જેને જોઈ રૂબલ નાગી ખૂબ જ ભાવુક બની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે દુબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં દર વર્ષે દુનિયાભરના લીડર્સ અને એક્સપર્ટ્સ હાજરી આપે છે, જ્યાં રૂબલ નાગીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.રૂબલ નાગીએ લગભગ 24 વર્ષ પહેલા માત્ર 30 બાળકો સાથે એક નાની વર્કશોપથી પોતાની પહેલ શરૂ કરી હતી. આજે તેઓ દેશભરમાં 800થી વધુ ટ્રેનિંગ સેન્ટર્સ ચલાવી રહી છે, જ્યાં લાખો બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.

રૂબલ નાગી ‘રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન’ નામની સંસ્થા ચલાવે છે, જે દેશના ગરીબ અને વંચિત બાળકોને શિક્ષણની મુખ્યધારા સાથે જોડવાનું કાર્ય કરી રહી છે.

ગ્લોબલ ટીચર પ્રાઇઝ શું છે?

આ એક આંતરરાષ્ટ્રીય સન્માન છે, જે દર વર્ષે Varkey Foundation દ્વારા UNESCO અને GEMS Education ના સહયોગથી તે શિક્ષકને આપવામાં આવે છે, જેમણે શિક્ષણ ક્ષેત્રે અસાધારણ યોગદાન આપ્યું હોય.

રૂબલ નાગી માટે આ કેમ ખાસ છે?

રૂબલ નાગીને $1 મિલિયન (લગભગ ₹9 કરોડ)ની ઇનામ રકમ સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેઓ એક ભારતીય શિક્ષિકા, સામાજિક કાર્યકર્તા અને કલાકાર છે. તેમની RoubleNagi ArtFoundation દ્વારા તેઓ ભારતના વંચિત બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનું અને શીખવાના માહોલને વધુ સારો બનાવવાનું કાર્ય કરી રહ્યા છે.

તેમનું કામ ખાસ કરીને ઝૂંપડપટ્ટીઓ અને ગ્રામિણ વિસ્તારોમાં બાળકોને શિક્ષણની તક પૂરી પાડવા, તેમજ દીવાલો પર ચિત્રો અને કલાના માધ્યમથી શીખવાનું સરળ અને રસપ્રદ બનાવવા જેવા નવીન વિચાર આધારિત છે.

139 દેશોમાંથી આવેલા હજારો નામાંકનો વચ્ચે રૂબલ નાગીએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે, જેના કારણે તેમણે માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ પણ વિશ્વભરમાં ઉજાગર કર્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…