ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ તમામ અધ્યક્ષ ઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યુ હતું.

આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ગુજરાત વિધાનસભાની કામગીરી પણ નવીનત્તમ ટેકનોલોજી સાથે આધુનિક બની રહી છે. પ્રજાના પ્રશ્નોની ઝડપથી ચર્ચા થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ એ પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલા પ્રજાલક્ષી બદલાવ અંગે માહિતી પુરી પાડી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ભવિષ્યની પેઢીને શુદ્ધ અને સાત્વિક આહાર મળશે તેમજ જળ, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. આ ઉપરાંત તેમણે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર પણ પ્રાથમિક ચર્ચા કરી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

બસમાંથી મુસાફર પડી જવાના મોતના કેસમાં નડિયાદ કોર્ટનો મહત્વનો હુકમ

– ‘અ’ પડત સમરી યથાવત, પરંતુ વિશેષ તપાસ ચાલુ રાખવા આદેશ પંકજ મકવાણા – અમદાવાદ, ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી મુસાફર પડી જવાથી થયેલા મૃત્યુના કેસમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘અ’ પડત સમરીને યથાવત રાખી છે, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાની શરતને મહત્વ આપતાં તપાસ અધિકારીને વિશેષ તપાસ પૂર્ણ કરી તેના પ્રગતિ અહેવાલો નિયમિત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. આ હુકમ તા. 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, તા. 26 જાન્યુઆરી 2026ના રોજ ગણેશ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નંબર GJ-01-Z-0773 વડોદરા-અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે-1 પરથી પસાર થઈ રહી હતી. રાત્રે આશરે 11:45 વાગ્યે બીલોદરા સીમ વિસ્તારમાં મુસાફર…

હોર્મુઝની ખાડી પર ‘સ્ટીલની દીવાલ’! ટ્રમ્પનો મોટો દાવો, ઈરાનને લઈને પણ કર્યા આકરા પ્રહાર

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકી નૌકાદળે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ આ જળમાર્ગ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત કર્યું છે. તેમણે અમેરિકાની નૌકાદળની નાકાબંધીને ‘સ્ટીલની દીવાલ’ ગણાવી છે અને કહ્યું છે કે તેને આગળ પણ જાળવી રાખવામાં આવશે. ટ્રમ્પના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે હોર્મુઝની ખાડી ખોલવા અને અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે. ઈરાન તરફથી ખાડી ફરી સંપૂર્ણપણે ખોલવા માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે, જ્યારે ટ્રમ્પે ઈરાન પાસેથી વળતર અને અન્ય માંગણીઓ અંગે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પનો મોટો દાવો ‘અમે સ્ટીલની દીવાલ ઊભી કરી છે’ ટ્રમ્પે અમેરિકાની નૌકાદળની કાર્યવાહી અંગે વાત કરતાં…