હનુમાન જયંતિ 2026: ‘હનુમાન’ બનીને છવાયેલા અભિનેતાઓ—આજે ક્યાં છે આ સ્ટાર્સ?
ભારતીય ધાર્મિક કથાઓમાં હનુમાનનું વિશેષ સ્થાન છે. હનુમાન જયંતિ 2026 ના પાવન અવસર પર, જ્યારે સમગ્ર દેશ બજરંગબલીની ભક્તિમાં લીન છે, ત્યારે નાના અને મોટા પડદા પર “હનુમાન” બનીને છવાઈ ગયેલા કલાકારોની યાદો પણ તાજી બની જાય છે. કોઈએ આ પાત્ર દ્વારા અમર ઓળખ બનાવી, તો કોઈ આજે પણ એ જ છબીથી ઓળખાય છે. અને એક દિગ્ગજ કલાકાર હવે આપણા વચ્ચે નથી રહ્યા. આવો જાણીએ તે કલાકારો વિશે, જેમણે પડદા પર હનુમાન બનીને ઇતિહાસ રચ્યો. ટીવી અને ફિલ્મોમાં આ પાત્ર ભજવનારા કલાકારોને લોકો ભગવાન સમાન માનતા આવ્યા છે. ખાસ કરીને ‘રામાયણ’ પછી તો કલાકારોની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ હતી. દારા સિંહ – અસલી ‘હનુમાન’ની ઓળખ રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને દારા સિંહે જે છાપ છોડી,…
ડભોઇમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી
ડભોઇ નગરમાં વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શોભાયાત્રા સાથે ઉજવણી ડભોઇ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624 મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના તથા આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ડભોઇ જૈન વાગા થી નીકળી ભારત ટોકીઝ , ટાવર ,લાલ બજાર થઈને શોભાયાત્રા જૈન મંદિર ખાતે પહોંચતા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર…
વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત * ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે * પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાનશ્રી ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે * ગાંધીનગર, 30 માર્ચ, 2026: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…
સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’
સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” : : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા …………….. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે તા. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા…
હવે ડુંગરાળ વિસ્તારોમાં પણ લહેરાશે મોલ: તાપી જિલ્લામાં રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ
મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ. ૧૬૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તાપીના ૧૩૬ ગામો માટે રૂ. ૯૬૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-લોકાર્પણ કર્યુ : ૨૮ હજાર હેક્ટર જમીન થશે લાભ રૂ. ૬૫૧ કરોડની બોરીસાવર યોજનાનું ઇ-ખાતમુહૂર્તથી સોનગઢ-વ્યારાના ૨૯ ગામોના ૮ હજાર હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા…
મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૩૬૨ કરોડના માર્ગો અને સ્ટ્રકચરના કામોને મંજૂરી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય —————- વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડતા માર્ગો તેમજ સ્ટ્રકચર નિર્માણ માટે રૂા. ૩૬૨ કરોડના કામોને મંજૂરી આપી :::::::::::::::::: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં, ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટેનો એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રકચર નિર્માણના કામો મળીને ૨૯૩ કામો માટે કુલ ૩૬૨.૫૭કરોડ મંજૂર કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયોને શિક્ષણ અને…
KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન
ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત “AI FOR AGRICULTURE” વિષયક પ્રાથમિક સેમિનારમાં પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવું સિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી અજયબ્રમ્હભટ્ટ, KDCC નાં ચેરમેન તેજસપટેલ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજુપટેલ, પીજ અમૂલના ડિરેક્ટર નિલેશપટેલ, બલોલના ગૌતમ સિંહ ચૌહાણ, વરસોલાના ભગવંત સિંહ પરમાર, માતરના AI ટેકનોલોજી મંડળીના ચેરમેન જયરામદેસાઈ તેમજ વાઈસ ચેરમેન ચિરાગપટેલ (કણજરી) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં આધુનિક AI ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અને AI ટેકનોલોજી મંડળી શરૂ થવાથી આ…
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ…
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય: જમીન વ્યવહારોમાં મળશે મોટી રાહત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને પ્રજાહિતકારી પક્ષોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જમીન વ્યવહારોને સરળ બનાવવા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જેના પરિણામે જમીનની વારસાઈ વ્યવહાર અને કબજો નોંધણી સરળ બનશે. મુખ્ય મુદ્દા: – સીધી લીટીના વારસો ન હોય તો આડીલીટીના વારસદારોની હિતમાં થયેલી વારસાઈ વ્યવહારો માટે રૂ. 300/- સ્ટેમ્પ ડ્યુટી લાગુ થશે. – પ્રત્યેક તબક્કામાં હકક ઉઠાવવાના લેખ પર રૂ. 300/- ડ્યુટી વસુલ થશે, ચાહે તે સીધી લીટીના વારસો દ્વારા કરવામાં આવે કે આડીલીટીના. – એક સાથે બહુમુખી વારસદારોની નામ દાખલ કરવામાં પણ દરેક હકક માટે રૂ. 300/- સ્ટેમ્પ ડ્યુટી લાગુ થશે. – આ પગલાથી પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનશે,…
માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ
પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત મિલન જોવા મળે છે. આ મહોત્સવમાં કળાકારો દ્વારા રેતીમાંથી બનાવાયેલા જીવંત શિલ્પો દરેક દર્શકને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના જીવનપ્રસંગોને અત્યંત સુક્ષ્મતા અને કલાત્મકતા સાથે રજૂ કરવામાં આવ્યા છે. તેમના પ્રાગટ્યથી લઈને વિવાહ સુધીની ગાથા રેતીના શિલ્પોમાં એટલી સુંદર રીતે કંડારવામાં આવી છે કે તે દર્શકોને પૌરાણિક સમયમાં લઈ જાય છે. આ રેતી શિલ્પોમાં માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ છલકાય છે. કેન્દ્ર સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોની ઝલક આ કળામાં…















