સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’



સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ
………….
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો
……………
“સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” : : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
……………..

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે તા. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ અવસરે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત રાજ્યવ્યાપી સ્પર્ધાઓમાં ભાગ લેનારા હજારો પ્રતિભાગીઓમાંથી રાજ્ય સ્તરીય સમીક્ષા પછી ૧૨૨ પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને ‘ગીતાભૂષણ’ અને ‘શતસુભાષિત પંડિત’ની પ્રતિષ્ઠિત ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત “સંસ્કૃત કક્ષ” યોજના અંતર્ગત રાજ્યભરમાં ૫૦૦થી વધુ શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓને સંસ્કૃત અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે અનુદાનનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગીતા પાઠ, સંસ્કૃત જ્ઞાન અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ વિદ્વાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ભાગ્યેશ ઝા અને વિશેષ અતિથિઓ તરીકે લોકભવનના મુખ્ય સચિવ શ્રી અશોક શર્મા, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સુકાન્તકુમાર સેનાપતિ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ સહિત અનેક સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

    2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

    કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

    ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…