મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૩૬૨ કરોડના માર્ગો અને સ્ટ્રકચરના કામોને મંજૂરી


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય
—————-
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડતા માર્ગો તેમજ સ્ટ્રકચર નિર્માણ માટે રૂા. ૩૬૨ કરોડના કામોને મંજૂરી આપી
::::::::::::::::::

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં, ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટેનો એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રકચર નિર્માણના કામો મળીને ૨૯૩ કામો માટે કુલ ૩૬૨.૫૭કરોડ મંજૂર કર્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયોને શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓ સરળ અને સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ આ કામો મંજૂર કર્યા છે.

આદિજાતિ વિસ્તારોમાં નવા રસ્તાઓ નું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા થશે.
એટલું જ નહિે આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી ઝડપથી પહોંચાડી શકાશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની આ પહેલથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલતા “સબકા સાથ, સબકા વિકાસ”નો ધ્યેય પણ સાકાર થશે.

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…