અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટ્રેલર રિલીઝ: ફરી એકવાર હોરર-કોમેડીમાં રાજ!

બોલિવૂડના જાણીતા અભિનેતા Akshay Kumar ફરી એકવાર પોતાની અનોખી શૈલી સાથે દર્શકોને મનોરંજન આપવા તૈયાર છે. તેમની નવી ફિલ્મ ‘ભૂત બંગલા’ નો ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયો છે, જેને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘ભૂત બંગલા’ હોરર અને કોમેડીનો મજબૂત મિશ્રણ છે. ટ્રેલરમાં જોવા મળે છે કે અક્ષય કુમાર એક એવા બંગલામાં પહોંચે છે જ્યાં અજાણી અને ડરાવની ઘટનાઓ બને છે. પરંતુ તેમની ટાઈમિંગ અને હાસ્યપ્રદ અભિનયથી ડર વચ્ચે પણ દર્શકોને હસાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં સસ્પેન્સ, થ્રિલ અને કોમિક સીનનો બેલેન્સ જોવા મળે છે, જે ફિલ્મને પરિવાર સાથે જોવા યોગ્ય બનાવે છે. ખાસ કરીને અક્ષય કુમારના એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી ફરી એકવાર લોકોને ગમી રહી છે. ફિલ્મના ડિરેક્ટર અને અન્ય…

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, બોબી દેઓલ થયા ભાવુક

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ને તાજેતરમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા, જે પ્રસંગે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ ખાસ અવસરે તેમના પુત્ર અને અભિનેતા બોબી દેઓલ ખૂબ જ ભાવુક બની ગયા હતા. બોબી દેઓલે પોતાના પિતાના સન્માન પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે, “પાપાએ વર્ષો સુધી પોતાની મહેનત અને પ્રતિભાથી લોકોના દિલોને સ્પર્શ્યા છે. આજે જે પ્રેમ અને સન્માન અમને મળે છે, તે તેમના કારણે જ છે.” તેમના આ શબ્દોમાં પિતાપ્રત્યેનો આદર અને લાગણી સ્પષ્ટ દેખાઈ આવી. ધર્મેન્દ્રએ પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે અને પોતાના અભિનયથી કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. આ એવોર્ડ તેમના દાયકાઓ લાંબા યોગદાનને માન્યતા આપતો મહત્વપૂર્ણ સન્માન છે. આ પ્રસંગે ફિલ્મ જગતના…

ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ

ગાંધીનગર:  ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.  આ પ્રસંગે ભાજપના સ્થાપકો, વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘કમલમ’ કાર્યાલય સમગ્ર રીતે કેસરીયા રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા ભાજપના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, તેમજ બૂથ…

111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે 3 ઉમેદવારોએ 6 નામાંકન પત્રો ભર્યા

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. CEO Gujarat Press Note 04.04.2026 (1) જે અન્વયે આજના દિવસે તા. 04-04-2026  ના રોજ નીચે મુજબના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. 1. મૌલિકકુમારુમાર વિનોદચંદ્ર શાહ ભારતીય નેશનલ જનતા દળ 111- ઉમરેઠ 2. હર્ષદ ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ 3. વિમલકુમાર કાંતીલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે. જાહેર રજાના…

મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી, તેમની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવી વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના…

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્ન:’ થી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે, ત્યારે આ સંકુલ નવી પેઢીમાં સનાતન જ્ઞાનને ઉજાગર કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે. અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને મૂલ્યો વિદ્યાર્થીઓને…

ઉનાળામાં ચોમાસાની એન્ટ્રી! રાજ્યમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક,આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા

રાજ્યમાં ઉનાળાની વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે 6થી 10 વાગ્યા દરમિયાન પડેલા માવઠાના કારણે કુલ 7 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર 2 કલાકમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઝાપટાં પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તે જ રીતે ખંભાળિયામાં પણ અડધો ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા હવામાનમાં ઠંડક આવી ગઈ હતી. આ તરફ ગીરસોમનાથમાં પણ અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદી ઝાપટાં અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોને આશ્ચર્ય થયું હતું. ઉનાળાની ઋતુમાં જ…

મોંઘવારીનો ડબલ ડોઝ : અદાણી ગેસે ફરી ઝીંક્યો ભાવવધારો, જાણો નવા લેટેસ્ટ ભાવ

અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.50નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ 2 એપ્રિલ, 2026 થી અમલી બની ગયા છે. વિવિધ શહેરોમાં CNGના નવા ભાવ (પ્રતિ કિલો) કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં ભાવ નીચે મુજબ રહેશે: શહેર / જિલ્લો નવો ભાવ (₹/કિલો) નવસારી 84.45 અમદાવાદ 83.77 ખેડા 82.86 સુરેન્દ્રનગર 82.61 વડોદરા 82.10 સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર સીએનજીના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર મધ્યમ વર્ગના વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો પર પડશે. રિક્ષા અને ટેક્સી: અમદાવાદ જેવા શહેરોમાં હજારો ઓટો-રિક્ષા…

ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના

ગાંધીનગર : શિસ્ત, ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે, જે કોઈ પાઠ્યપુસ્તક નહીં, પરંતુ રમતનું મેદાન શીખવે છે. રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે એવું દ્રઢપણે માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના શરૂ કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની તાલીમ પૂરી પાડીને તેમની પ્રતિભાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ ખેલાડીઓએ આ યોજનાનોનો લાભ મેળવ્યો છે. રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ…

આગામી ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત

ગાંધીનગર: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક રોકાણોને આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડી ‘વિકસિત ભારત @2047‘ના વિઝનને સાકાર કરવાનો છે. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનારી આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.…