ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે લાંબી ટેલિફોનિક ચર્ચા, એપ્રિલમાં ટ્રમ્પ ચીનની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવારે લાંબો અને સકારાત્મક ટેલિફોનિક વાર્તાલાપ થયો હતો. બંને નેતાઓ વચ્ચે વેપાર, સૈન્ય સંબંધો, તાઈવાન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ચર્ચાને “અત્યંત સકારાત્મક અને ઉત્તમ” ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. વેપાર અને કૃષિ સૈન્ય મુદ્દા અને તાઈવાન પર ચર્ચા ટ્રમ્પ અનુસાર, ચીન અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદી વધારવા પર વિચાર કરી રહ્યું છે. ઉપરાંત, ચીન દ્વારા સોયાબીનની ખરીદી આ સિઝનમાં ૨૦ મિલિયન ટન અને આગામી સિઝનમાં ૨૫ મિલિયન ટન સુધી વધારવાની તૈયારી દર્શાવવામાં આવી છે. વાર્તાલાપ દરમિયાન…

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી વાટાઘાટ પૂર્ણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો સંદેશ

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી બેઠક બુધવારે પૂર્ણ થઈ. આ બેઠકને બંને દેશો વચ્ચેના બાકી રહેલા સરહદી વિવાદોના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઠક સકારાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને પક્ષોએ સરહદ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય મુદ્દાઓ: – બેઠકમાં પૂર્વી લદ્દાખ સહિતના વિવાદિત વિસ્તારો પર ચર્ચા કરવામાં આવી. – પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ વ્યવસ્થાપન મજબૂત બનાવવા બાબતે સહમતી થઈ. – આ બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો ઈશારો માનવામાં આવી રહ્યો છે. -2020 પછી પહેલીવાર ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ છે. 2020માં ગાલવાન ખીણમાં થયેલી લોહિયાળ…

‘ટેરિફ વોર’ વચ્ચે ટ્રમ્પ પહેલીવાર શી જિનપિંગને મળશે, દુનિયાની નજર દક્ષિણ કોરિયા પર

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ‘ટેરિફ વોર’ અને દુર્લભ પૃથ્વી ખનિજો પરના નિકાસ પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે હવે એક મોટું રાજદ્વારી અધ્યાય ખુલવા જઈ રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર રૂબરૂ મળશે. આ મુલાકાત દક્ષિણ કોરિયામાં યોજાનારી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ સમિટ (APEC 2025) દરમિયાન થવાની છે. આ બેઠક પર વિશ્વની નજર ટકેલી છે. કારણ કે બંને નેતાઓ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના વધતા તણાવને હળવો કરવાની કોશિશ કરશે કે નહીં તે જોવાનું રહેશે. ટ્રમ્પ-શી બેઠક 30 ઑક્ટોબરે થવાની સંભાવના ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે અને APEC સમિટમાં ભાગ લેશે. • દ્વિપક્ષીય બેઠકની પુષ્ટિ: ચીન તરફથી સત્તાવાર…