સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ ઘટ્યા, ખેડૂત મફતના ભાવે વેચવા મજબૂર
સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ગંભીર ઘટ જોવા મળતા ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓને ડુંગળી માટે માત્ર 60 થી 70 રૂપિયા પ્રતિ મણ મળતા હોવાથી 1 કિલો ડુંગળીનો ભાવ 4-5 રૂપિયા જેટલો થઇ ગયો છે. બીજી તરફ, નાસિકમાં ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 60 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ મણ (3થી 14 રૂપિયા પ્રતિ કિલો) સુધી વેચાઇ રહી છે. ખેડૂતો કહે છે કે ડુંગળીનું યોગ્ય ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો હોવું જોઈએ, પરંતુ હાલમાં 3-4 રૂપિયાના ભાવમાં વેચાણ કરવું મજૂરી અને યાર્ડ સુધી પહોંચાડવાના ખર્ચને પહોંચી વળવાનું પણ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી…







