સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ ઘટ્યા, ખેડૂત મફતના ભાવે વેચવા મજબૂર

સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ગંભીર ઘટ જોવા મળતા ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓને ડુંગળી માટે માત્ર 60 થી 70 રૂપિયા પ્રતિ મણ મળતા હોવાથી 1 કિલો ડુંગળીનો ભાવ 4-5 રૂપિયા જેટલો થઇ ગયો છે. બીજી તરફ, નાસિકમાં ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે.

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 60 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ મણ (3થી 14 રૂપિયા પ્રતિ કિલો) સુધી વેચાઇ રહી છે. ખેડૂતો કહે છે કે ડુંગળીનું યોગ્ય ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો હોવું જોઈએ, પરંતુ હાલમાં 3-4 રૂપિયાના ભાવમાં વેચાણ કરવું મજૂરી અને યાર્ડ સુધી પહોંચાડવાના ખર્ચને પહોંચી વળવાનું પણ મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી લાલ ડુંગળીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત તા. 5ના રોજ લાલ ડુંગળીની 40,150 થેલીનું વેચાણ થયું, જેમાં 273 રૂપિયાનું ઉંચા ભાવ મળ્યો. તે જ દિવસે સફેદ ડુંગળીની 22,021 થેલી વેચાઇ, જેમાં 380 રૂપિયાનું ઉંચા ભાવ મળ્યો. 6ના રોજ લાલ ડુંગળીની 32,114 થેલી વેચાઇ, જેમાં 320 રૂપિયાનું ઉંચા ભાવ મળ્યો, જ્યારે સફેદ ડુંગળીની 16,661 થેલી વેચાઇ, જેમાં 401 રૂપિયાનું ઉંચા ભાવ મળ્યો.

ખેડૂતો અને વેપારીઓ આ હકિકતથી ચિંતિત છે, કારણ કે ખેડૂતોના ખર્ચના સામે આવક બહુ ઓછા છે, જે ખેતી વ્યવસાયને હાની પહોંચાડી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પીએમ મોદી કેન્દ્રીય મંત્રાલયો અને સચિવો સાથે કરશે હાઈ-લેવલ બેઠક, આગામી સુધારાઓની સમીક્ષા થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા સુધારા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે તેમજ લોકોના જીવનને…

1 જુલાઈથી LPG અને પેટ્રોલ-ડીઝલના નિયમોમાં મોટા ફેરફાર: E-KYC ફરજિયાત, 200 લીટરની મર્યાદા હટશે

1 જુલાઈ 2026થી એલપીજી ગેસ અને પેટ્રોલ-ડીઝલને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા નિયમો મુજબ LPG ગ્રાહકો માટે E-KYC ફરજિયાત રહેશે, જ્યારે પાઈપલાઈન ગેસ…