વડોદરામાં મોટી માત્રામાં ઝડપાયો દારુ,1.78 કરોડનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો
B INDIA વડોદરા : વડોદરા જિલ્લામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. 4 કન્ટેનર ભરેલો દારૂ અને બિયર જથ્થો ઝડપાયો છે. જેમાં 24 કલાકમાં 1.78 કરોડથી વધુનો દારૂ અને બિયરનો ઝથ્થો ઝડપાયો છે,કરજણ, વરણામા અને મંજુસર પોલીસની હદમા રેડ કરીને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. 4 કન્ટેનરના ચાલક અને એક ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાની હદમાંથી બાતમીના આધારે આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.માત્ર 24 કલાકમાં કુલ 1 કરોડ 78 લાખ ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.કરજણ, વરણામા અને મંજુસર પોલીસ મથકની હદમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 4 કન્ટેનરમાંથી 2,123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક…







