વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ
B INDIA વડોદરા :- વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર કલાસરૂમમાં ગંદા ઈશારા કરતો હતો. અને વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી વિદ્યાર્થિનીને બદનામ કરવાની ધમકી આપતો હતો. સાથે સાથે મુસ્લિમ ધર્મ સ્વીકારવા બ્રેઇન વોશ કરતો હોવાની વાત પણ સામે આવી છે. -> ગઈકાલે પ્રોફેસરની ઓફિસ કરાઈ હતી સીલ :- વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થિની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી.…







