રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી બેના મોત, એક ગંભીર

રાજકોટમાં બપોરના સમયે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા. આ ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલઘારી ફાટક નજીક બની હતી. મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે અફરાતફરી 2 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત ટ્રેન તેના નિયમિત સમય મુજબ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ત્રણ વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ…

મેક્સિકોમાં ટ્રેન દુર્ઘટના: 13 મૃત્યુ, 98 ઘાયલ, ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ઉત્તર અમેરિકા દેશ મેક્સિકોમાં એક ભયંકર ટ્રેન દુર્ઘટના બની છે. રિપોર્ટ્સ પ્રમાણે, ટાટા ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે 13 મુસાફરોના મોત થયા અને 98 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ઘટનાસ્થળે તાત્કાલિક સરકારી એજન્સીઓને મોકલવાની અને ઘાયલોને તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવાની હિર્દયપૂર્વક આદેશ આપ્યો છે. દુર્ઘટના સ્થળે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓ દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન, ટ્રેન માર્ગ પર મુસાફરો અને યાત્રિક સુરક્ષા માટે વધારાના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટના મેક્સિકોના ટ્રાન્સપોર્ટ વિભાગ માટે ગંભીર ચેતવણીરૂપ બની છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ઝારખંડથી કેરળ જતી ટ્રેનમાં આગની ઘટના, એક મુસાફરનું મોત

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં ઝારખંડના ટાટાથી કેરળના એર્નાકુલમ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી, જે બાદ બે કોચ આગની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું હોવાનું રેલવેએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ ટ્રેન સેવાઓ પર પણ થોડો સમય અસર પડી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…

મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને એક ટ્રેન ટક્કર મારી હતી. આ દુર્ઘટના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની નજીક બની. અહેવાલો અનુસાર, રેલવે કર્મચારીઓએ ગુરુવારે સાંજે 5:50 થી 6:45 વાગ્યા સુધી CSMT પર કામ બંધ કરી હડતાળ કરી હતી. હડતાળનો ઉદ્દેશ મુંબ્રા અકસ્માતમાં નોંધાયેલી FIR અને અન્ય વ્યાવસાયિક મુદ્દાઓને લઈને હતો. કાર્યરત લોકલ ટ્રેન સેવાઓ લગભગ એક કલાક માટે બંધ રહી, જેના કારણે હજારો મુસાફરો સ્ટેશન પર અટવાયા. હડતાળ અને ટ્રેન બંધના કારણે કેટલાક મુસાફરો ટ્રેક પર ચાલવા લાગ્યા હતા, અને તે સમયે સેન્ડહર્સ્ટ રોડ નજીક ટ્રેન તેમના પર વળી. દુર્ઘટનામાં ચારમાંથી બે મુસાફરોનું…

મથુરામાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવે વ્યવહાર ખોરવાયો

મથુરા જિલ્લામાં મંગળવાર રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. આગ્રા-દિલ્હી રેલ લાઇન પર પસાર થઈ રહેલી માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં રેલવે વ્યવહાર ઠપ્પ થયો છે. દુર્ઘટનાની અસર વડે દિલ્લીથી આગ્રા તરફ જતી અને આવતા અનેક રેલગાડીઓના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અથવા તેને થંભાવવી પડી છે. ઘટનાની વિગત – દુર્ઘટના મથુરા જિલ્લાના વૃંદાવન રોડ અને અજહાઈ સ્ટેશન વચ્ચે થઈ હતી. – રાત્રે આશરે 9 વાગ્યે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. – ઘટનાની જાણ થતાં જ રેલવે અને પોલીસ અધિકારીઓ તત્કાળ સ્થળ પર પહોંચી ગયા. – Punjab Mail સહિત અનેક ટ્રેનોને મથુરા જંકશન પર રોકવામાં આવી છે. મુખ્ય અસર – દુર્ઘટનાના કારણે દિલ્લી-આગ્રા મુખ્ય રેલવે માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરાયો છે. – મુસાફરોને…

Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી. ઘટના દરમ્યાન બંને યુવાન રેલવે ટ્રેક પર ચાલતા હતા ત્યારે આવી રહેલી લોકલ ટ્રેનની સીધી ટક્કરથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકોની ઓળખ કરવામાં આવી મૃતકોની ઓળખ સાગર સોનાવણે (ઉ.વ. 20) અને સચિન ટોકડે (ઉ.વ. 35) તરીકે થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને યુવકો ત્યાંથી પસાર થવા દરમિયાન આ દુર્ઘટનાનો શિકાર બન્યા. પોલીસ તપાસ ચાલુ આ મામલે જીઆરપી (Government Railway Police) દ્વારા અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાવચેત રહેવા રેલવેની…