રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી બેના મોત, એક ગંભીર

રાજકોટમાં બપોરના સમયે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા. આ ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલઘારી ફાટક નજીક બની હતી. મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળે અફરાતફરી
2 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત ટ્રેન તેના નિયમિત સમય મુજબ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ત્રણ વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

સ્થાનિક લોકોએ તરત જ 108 ઈમરજન્સી સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

108 ઈમરજન્સીનો નિવેદન
રાજકોટ 108ના કર્મચારી કીર્તનભાઈ પરમારે જણાવ્યું હતું કે, “બપોરના સમયે વંદે ભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિઓ આવ્યા હોવાની માહિતી મળતા અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.”

પોલીસ અને રેલવે વિભાગે તપાસ શરૂ કરી
અકસ્માત અંગે આરપીએફના ડીએસસીએ જણાવ્યું હતું કે, માલઘારી ફાટક પાસે બનેલી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ હાલ આ ઘટના અકસ્માત છે કે પછી સામૂહિક આપઘાતનો પ્રયાસ, તે દિશામાં તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે પંચનામું સહિતની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…

PM SVANidhi :Aadhar card થી ₹90,000 ની લોન મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…Safety & Awareness

Aadhar card ધાર કાર્ડથી મળશે ₹90,000 સુધીની લોન? 75 લાખથી વધુ લોકોએ લીધો લાભ, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી PM SVANidhi  સરકારની એક યોજના હેઠળ નાના વેપારીઓ અને જરૂરિયાતમંદ લોકોને લોનની સુવિધા મળે છે. ₹90,000 સુધીની લોન, પાત્રતા, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો. આજના સમયમાં નાનો વ્યવસાય શરૂ કરવા અથવા પહેલેથી ચાલી રહેલા ધંધાને આગળ વધારવા માટે મૂડીની જરૂર પડે છે. પરંતુ ઘણા નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે બેન્કમાંથી લોન મેળવવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ગેરંટી, જામીન અને વિવિધ દસ્તાવેજોની પ્રક્રિયાને કારણે લોકો લોન લેવાનું ટાળે છે. આવી સ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi) નાના સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વપૂર્ણ સહાય બની છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કોલેટરલ એટલે…