ગુજરાત: આજથી ધોરણ 10-12ની પરીક્ષાનો આરંભ, 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની (GSEB) બોર્ડ પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. -> પરીક્ષા કેન્દ્રો સજ્જ બન્યા :- GSEB બોર્ડ પરીક્ષાને લઈને 5222 બિલ્ડીંગના 50991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક CCTVથી સજ્જ થઈ ગયા છે. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પરી વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાશે. -> શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાનો સંદેશ :- શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાને લઈને શુભકામના પાઠવી. શિક્ષણમંત્રીએ પરીક્ષા આપતા વિદ્યાર્થી અને તેમના પરીવારને સંદેશ…







