ગુજરાત: આજથી ધોરણ 10-12ની પરીક્ષાનો આરંભ, 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની (GSEB) બોર્ડ પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

-> પરીક્ષા કેન્દ્રો સજ્જ બન્યા :- GSEB બોર્ડ પરીક્ષાને લઈને 5222 બિલ્ડીંગના 50991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક CCTVથી સજ્જ થઈ ગયા છે. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પરી વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાશે.

-> શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાનો સંદેશ :- શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાને લઈને શુભકામના પાઠવી. શિક્ષણમંત્રીએ પરીક્ષા આપતા વિદ્યાર્થી અને તેમના પરીવારને સંદેશ આપ્યો. તેમણે વાલીઓને લઈને કહ્યું કે, બોર્ડ પરીક્ષાના સમય દરમ્યાન ઘરમાં સકરાત્મક વાતાવરણ રાખવામાં આવે. જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. બોર્ડ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આખું વર્ષ મહેનત કરવામાં આવે છે. અને અત્યારે અંત સમયે વિદ્યાર્થીઓને જો અનુકૂળ વાતાવરણ ના મળે તો પરીણામ પર વિપરિત અસર થાય છે. તેમજ વિદ્યાર્થીઓને પણ સલાહ આપી કે જો પેપરમાં સારું પ્રદર્શન ના કરી શકો તો ડિપ્રેશનમાં આવી કોઈ ખરાબ લેવા કરતાં પછીના સમયમાં વધુ મહેનત કરવાથી ચોક્કસ સારા પરિણામ મળશે.

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *