સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો
લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં જવાબદારી અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક આવતીકાલે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે નેતાઓએ હોસ્પિટલમાં જઈને સોનમ વાંગચુકને રૂબરૂ મળીને વિશ્વાસ આપવો પડશે કે તેઓ સંસદમાં આ મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આવી ખાતરી મળ્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળનો અંત લાવશે. સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન 20 જુલાઈએ યોજાનારી “સંસદ ચલો” માર્ચ પહેલા ગીતાંજલિ આંગ્મોએ જંતર-મંતર પર હાજર સમર્થકોને સોનમ વાંગચુકનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અથવા…
સોનમ વાંગચુકની ધરપકડ મામલે તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું
લદ્દાખમાં ઝેન- ઝી વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ તાજેતરમાં ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગ્મોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે વાંગચુકની ધરપકડને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે. ગીતાંજલી આંગ્મોએ ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે . તેમણે એમ પણ કહ્યું કે તેમને હજુ સુધી અટકાયતના આદેશની નકલ મળી નથી, જે નિયમોનું ઉલ્લંઘન છે. ગીતાંજલિ આંગ્મોએ વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં વાંગચુકની તાત્કાલિક મુક્તિનો સમાવેશ થાય છે. આ અરજી તેમના પતિની અટકાયત બાદ દાખલ કરવામાં આવી હતી. ઉઠાવ્યો ગંભીર મુદ્દો ગીતાંજલી આંગ્મોએ પોતાની…
સોનમ વાંગચુક હતા પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં… લદ્દાખના DGPએ કર્યો ખુલાસો
લદ્દાખના ડીજીપી એસડી સિંહ જામવાલે સોનમ વાંગચુક અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. શનિવારે એક નિવેદનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે સંબંધો છે. ડીજીપીએ પડોશી દેશોની તેમની યાત્રાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે સોનમ વાંગચુકે તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ કરી હતી. સોનમ વાંગચુકની શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની ધરપકડ અને તેમની સામેના આરોપો એક ષડયંત્રનો ભાગ છે અને કેન્દ્ર સરકાર લોકોની માંગણીઓને સંબોધવાને બદલે તેમનો બલિના બકરા તરીકે ઉપયોગ કરી રહી છે. લેહમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ડીજીપી એસડી સિંહ…









