સોનમ વાંગચુકની ધરપકડ મામલે તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું

લદ્દાખમાં ઝેન- ઝી વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ તાજેતરમાં ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગ્મોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે વાંગચુકની ધરપકડને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.

ગીતાંજલી આંગ્મોએ ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે . તેમણે એમ પણ કહ્યું કે તેમને હજુ સુધી અટકાયતના આદેશની નકલ મળી નથી, જે નિયમોનું ઉલ્લંઘન છે.

ગીતાંજલિ આંગ્મોએ વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં વાંગચુકની તાત્કાલિક મુક્તિનો સમાવેશ થાય છે. આ અરજી તેમના પતિની અટકાયત બાદ દાખલ કરવામાં આવી હતી.

ઉઠાવ્યો ગંભીર મુદ્દો
ગીતાંજલી આંગ્મોએ પોતાની અરજીમાં એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમને હજુ સુધી અટકાયતના આદેશની નકલ મળી નથી. તેમનું માનવું છે કે અટકાયતના આદેશની નકલ ન મળવી એ કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે તેમના પતિની અટકાયત પછી તેમનો તેમના સાથે કોઈ સંપર્ક થયો નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

₹4.25 કરોડની ઘડિયાળમાં બિરાજ્યા શ્રીરામ અને હનુમાનજી!… Exclusive

₹4.25 કરોડની દુર્લભ ઘડિયાળમાં બિરાજ્યા શ્રીરામ અને હનુમાનજી: અયોધ્યા રામમંદિરની ઝાંખી સાથે ફરતી પૃથ્વી અને ચમકતો સૂર્ય, દુનિયામાં માત્ર 3 નંગ નવી દિલ્હી: ભગવાન શ્રીરામ અને હનુમાનજી પ્રત્યેની આસ્થાને આધુનિક ટેક્નોલોજી અને અદભુત કારીગરી સાથે જોડતી એક અનોખી ઘડિયાળ હાલ ચર્ચામાં છે. અમેરિકન લક્ઝરી વૉચ બ્રાન્ડ Jacob & Co. દ્વારા રજૂ કરવામાં આવેલી ‘શ્રીરામચંદ્ર લિમિટેડ એડિશન’ ઘડિયાળની કિંમત આશરે ₹4.25 કરોડ છે. આ ઘડિયાળની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભગવાન શ્રીરામ, હનુમાનજી અને અયોધ્યાના ભવ્ય રામમંદિરની ત્રિપરિમાણીય ઝાંખી રજૂ કરવામાં આવી છે. કંપનીએ આ વિશિષ્ટ ઘડિયાળના વિશ્વભરમાં માત્ર ત્રણ જ નંગ બનાવવાની જાહેરાત કરી છે. -> હનુમાનજી  : ઘડિયાળમાં ભક્તિ અને આધુનિક કારીગરીનો સંગમ : સામાન્ય રીતે ઘડિયાળનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે,…

India : 70 રનમાં 5 વિકેટ પડી, પછી તિલક-નીતિશે મચાવ્યો ધમાલ! ભારતની શાનદાર જીત… Triumph .

India : તિલક વર્મા-નીતિશ રેડ્ડીએ હારેલી બાજી જીતાડી: 30 બોલમાં 69 રનની અણનમ ભાગીદારી, ન્યૂઝીલેન્ડ સામે ભારત 2-0થી આગળ India ક્રાઇસ્ટચર્ચ: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર વાપસી કરીને ચાર વિકેટે રોમાંચક જીત મેળવી છે. જ્યારે ભારતીય ટીમે 70 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે મેચ Indiaના હાથમાંથી સરકી રહી હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ હિંમત હાર્યા વિના બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. બંનેએ સાતમી વિકેટ માટે માત્ર 30 બોલમાં 69 રનની અણનમ ભાગીદારી કરી હતી અને ભારતને લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું. તિલક વર્માએ અણનમ 51 રન જ્યારે નીતિશ રેડ્ડીએ અણનમ 26 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે પાંચ મેચની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *