ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં

ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી. ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને…

પાટણમાં વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની ટીમે જપ્ત કર્યો સામાન

પાટણની SOGની ટીમે સિદ્ધપુરના રસુલપૂર ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી કે, રસુલપુર ગામમાં દવાખાનું ચલાવનાર ડોક્ટર પાસે ડિગ્રી નથી છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો છે. SOGની ટીમે દવાખાના પર દરોડા પાડી મેડિકલ સાધનો સહિત કુલ 3211નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડોક્ટર પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ માગતા આ શખ્સ બોગસ તબીબ હોવાનો પર્દાફાશ થયો હતો. બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ:- મળતી માહિતી મુજબ, પાટણના સિદ્ધપુરમાં SOGની ટીમને ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરતી હોવાની ફરિયાદ મળી હતી. જેના બાદ SOGએ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા અને રસુલપુરમાં બની બેઠેલા બોગસ ડોક્ટરના દવાખાના પર રેડ પાડી હતી. બોગસ ડોકટર પાસે કોઈ પણ જાતની ડિગ્રી ના હોવા છતાં બીમાર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું…