મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે, ભારતને ન સોંપવાની અરજી ફગાવાઇ
મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને ન સોંપવાની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈ પોલીસે 26/11 હુમલાના કેસમાં ચાર્જશીટમાં રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય હોવાનો આરોપ છે. મુંબઈમાં હુમલા માટેના લોકેશન્સ શોધવામાં મદદ: ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી, જેણે હુમલા માટે મુંબઈમાં ટાર્ગેટની શોધખોળ હાથ ધરી હતી. શિકાગોમાં ધરપકડ કરાઇ હતી: 26/11ના મુંબઈ આતંકી હુમલાના લગભગ એક વર્ષ બાદ રાણાની શિકાગોમાં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર:- તહવ્વુર રાણા અને તેના સહયોગી ડેવિડ કોલમેન હેડલીએ…







