ટ્રમ્પે પુતિન વિશે એવું શું કહ્યું કે ઝેલેન્સકી પણ હસવા લાગ્યા? જાણો વિગત

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફ્લોરિડામાં મળ્યા હતા. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ શાંતિ વાટાઘાટો અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેન શાંતિ વાટાઘાટો 95% સફળ રહી છે. મુદ્દો રશિયા દ્વારા કબજે કરાયેલી જમીનનો છે. બંને દેશો હવે કરાર કરે તો સારું રહેશે. ટ્રમ્પે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંઈક એવું કહ્યું જેનાથી ઝેલેન્સ્કી હસવા લાગ્યા. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “પુતિન (રશિયા) યુક્રેનને સફળ જોવા માંગે છે.” ટ્રમ્પનું નિવેદન સાંભળીને, નજીકમાં ઉભેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ખડખડાટ હસી પડ્યા. આ ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઝેલેન્સકીનું નિવેદન પણ સામે આવ્યું ફ્લોરિડામાં ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ઝેલેન્સકીએ એક નિવેદન પણ બહાર પાડ્યું.…

રશિયાએ કિવ પર મિસાઇલ અને ડ્રોન વડે કર્યો હુમલો, ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા પરિસ્થિતિ વધુ વણસી

રશિયા અને યુક્રેન વચ્ચેનો લગભગ ચાર વર્ષનો સંઘર્ષ દિવસેને દિવસે વધુ ઘાતક બનતો જાય છે. 27 ડિસેમ્બરની રાત્રે યુક્રેનની રાજધાની કિવ પર ફરી એકવાર મોટા મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. રવિવારે ફ્લોરિડામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે શાંતિ બેઠકની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નહીં હોય કે ચાર વર્ષથી ચાલી રહેલો આ સંઘર્ષ હજુ પણ શાંત થવાના કોઈ સંકેત દેખાતો નથી. તેના બદલે, તે વધુ ખતરનાક વળાંક લઈ રહ્યો હોય તેવું લાગે છે. એ અલગ વાત છે કે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશો આ સંઘર્ષને રોકવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે.…

શશી થરૂરને હવે પોતાની ભૂલ સમજાઇ, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની કરી હતી આલોચના

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની તટસ્થ નીતિ સામેના તેમના અગાઉના વાંધાના સંદર્ભમાં હવે નવી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતની નીતિ પર તેમની અગાઉની ટીકા ખોટી સાબિત થઈ અને આજના સંજોગોમાં આ નીતિ સફળ થતી દેખાય છે. તેમણે કહ્યું, ‘હું હજુ પણ મારા ચહેરા પરનો ડાઘ લૂછી રહ્યો છું, કારણ કે ફેબ્રુઆરી 2022 માં સંસદીય ચર્ચામાં હું એકમાત્ર વ્યક્તિ હતો જેણે આંતરરાષ્ટ્રીય ચાર્ટર અને સિદ્ધાંતોના ઉલ્લંઘનના આધારે ભારતના વલણની ટીકા કરી હતી.. આ પણ વાંચો :- નાગપુર હિંસાનો માસ્ટર માઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન, 400થી 500 લોકોનું ટોળું એકઠું કર્યુ હતું રાયસીના ડાયલોગ દરમિયાન બોલતા શશિ થરૂરે કહ્યું કે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે ભારતના વલણની ટીકા કરી હતી અને…