દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ બહાર
દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત રવિવારે કરવામાં આવી. ટીમના નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતા, જેના કારણે ટીમ ઈન્ડિયાની કમાન વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને સોંપવામાં આવી છે. ગાયકવાડ અને તિલક વર્માની વાપસી ભારતીય સિલેક્ટરોએ યુવાબળ પર ફરી એકવાર ભરોસો મૂક્યો છે. રુતુરાજ ગાયકવાડ દક્ષિણ આફ્રિકા A સામે શાનદાર ફોર્મમાં રહ્યા બાદ વનડે ટીમમાં પરત ફર્યા છે. તિલક વર્મા પણ T20Iમાં સારા પ્રદર્શનને કારણે ODI ટીમમાં ફરી સામેલ થયો છે. રુતુરાજે અત્યાર સુધી ભારત માટે 6 વનડે રમી છે, જ્યારે તિલક વર્મા 4 વનડે રમી ચૂક્યા છે. જાડેજા–પંતની એન્ટ્રી આ વખતે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત પણ વનડે ટીમમાં સમાવાયા છે. બંને…
BCCIની લખનૌના કેપ્ટન ઋષભ પંત પર કાર્યવાહી, ધીમા ઓવર રેટ માટે ફટકાર્યો દંડ
IPL 2025માં ધીમા ઓવર રેટના કારણે BCCI દ્વારા લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં પંતના નેતૃત્વ હેઠળની ટીમે ધીમી ગતિએ ઓવરો ફેંક્યા હતા, જેના કારણે પંતને ₹24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે, ટીમના અન્ય ખેલાડીઓએ પણ દંડ ભોગવવો પડશે. પંત માટે આ સિઝનનો બીજો ગુનો BCCI દ્વારા જાહેર કરાયેલ નિવેદન અનુસાર, આ પંતનો આ સીઝનમાં ધીમા ઓવર રેટનો બીજો ભંગ છે. IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ તેમના પર આર્થિક દંડ લાગુ થયો છે. આ કલમ ઓવર રેટના નિયમો માટે વિશેષરૂપે લાગુ પડે છે. ઋષભ પંત ઉપરાંત, પ્લેઇંગ ઇલેવનમાં સામેલ તમામ ખેલાડીઓને ₹6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા જેટલો દંડ…








