Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”
રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકને મારવાની ઘટનામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમારા આગેવાનો મારમારીની ઘટનામાં ભોગ બનેલ યુવકને મળવા ગયા હતા. સામાજિક તણાવ ના થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. પરશોત્તમ રુપાલાએ તમામને સામાજિક સૌહાર્દ જળવાય તેને લઈને અપીલ કરી છે. ગોંડલમાં પાટીદાર યુવક સામે થયેલ ઘટનામાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું. આ પણ વાંચો :- અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી જો કે, પરશોત્તમ રુપાલાએ ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે, અકસ્માતે મોત થયું હતું તેને લઈને ચાલતા વિવાદમાં બોલવાનું ટાળ્યું. સાંસદ પરશોત્તમ રુપાલા અવારનવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા હોય છે. થોડા દિવસો અગાઉ…
gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે
ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ના બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી. આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે :- લોકગાયક કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે,વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી. કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે તો વિધાનસભામાં કોઈને આમંત્રણ ન હતુ. સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા. કલાકારોના અલગ અલગ ગ્રુપ બની…
Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી છે. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી મળતી માહિતી મુજબ 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લેણદારો હેરાન કરતા હતા.…
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…….
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે આવ્યાં છે. જ્યાંઅમેરિકા દ્વારા નાગરિકોને ડિપોર્ટ કરવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક દેશ પોતાની સ્ટ્રેટેજી અને કાયદા મુજબ ડિપોર્ટેશનની કાર્યવાહી કરે છે. કેન્દ્રીય મંત્રની સ્પષ્ટતા :- સમગ્ર ઘટનાને લઇ અને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવતા ભારતીયોને લઇ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોઇ પણ દેશ ગેરકાયદેસ રીતે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરે છે. આપણે પણ કરીએ છીએ જે પોતાનો સોવરિય રાઇટ છે. આ મુદ્દે કોઇ દેશ વિશેષ ટિપ્પણી ન કરી શકે. દરેક દેશ પોતાની નિયમો મુજબ કાર્યવાહી કરે છે. ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા :- નોંધનીય છે કે, અમેરિકાએ ગેરકાયદે વસતા ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા હતા. અમેરિકાએ ત્રણ તબક્કામાં…










