Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”

રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકને મારવાની ઘટનામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમારા આગેવાનો મારમારીની ઘટનામાં ભોગ બનેલ યુવકને મળવા ગયા હતા. સામાજિક તણાવ ના થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. પરશોત્તમ રુપાલાએ તમામને સામાજિક સૌહાર્દ જળવાય તેને લઈને અપીલ કરી છે. ગોંડલમાં પાટીદાર યુવક સામે થયેલ ઘટનામાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું.

આ પણ વાંચો :- અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી

જો કે, પરશોત્તમ રુપાલાએ ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે, અકસ્માતે મોત થયું હતું તેને લઈને ચાલતા વિવાદમાં બોલવાનું ટાળ્યું. સાંસદ પરશોત્તમ રુપાલા અવારનવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા હોય છે. થોડા દિવસો અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના જલારામ બાપા પર કરેલ ટિપ્પણીને તેમણે વખોડી હતી. તેમણે કહ્યું કે, જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ગોંડલ બન્યો વિવાદાસ્પદ વિસ્તાર :- ગોંડલમાં જાટ યુવાનની હત્યા અને અકસ્માતે મોત બાદ પાટીદાર યુવકને માર મારવાની ઘટનાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર યુવાનને માર મારવાની ઘટનામાં આજે ગોંડલ બંધનું એલાન હતું. પરંતુ અગ્રણી રાજનેતાઓએ સમાધાનકારી વલણ અપનાવવાનું કહેતા ગોંડલ બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યું.પાટીદાર યુવાનને માર મારવાની ઘટનામાં જયેશ રાદડિયાના પિતાને લઈને પણ પોસ્ટ કરાઈ હતી કે, વીર તો વિઠ્ઠલ રાદડિયા હતા જે સમાજ લોકો સાથે ઉભા રહેતા હતા.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

આ પોસ્ટ બાદ ધારાસભ્ય જયશે રાદડિયા અને ભરત બોધરા પાટીદાર યુવકના પરિવારને મળ્યા અને અને પીડિત યુવકના ખબર અંતર પૂછયા હતા. ગોંડલમાં યુવકને માર મારવાની ઘટનામાં જ્ઞાતિવૈમન્સય ઉભું થવાના એંધાણ બાદ આજે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રુપાલાએ પણ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. અને સામાજિક સમરસતા જળવાઈ રહે માટે તમામ શાંત રહેવા અપીલ કરી અને એમ પણ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *