અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…

મોબાઇલમાં અચાનક ગુંજ્યો ‘Extremely Severe Alert’, 11 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે સુરત સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં લાખો લોકોના મોબાઇલ ફોન પર અચાનક ‘Extremely Severe Alert’ ફ્લેશ થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સામાન્ય એસએમએસથી સંપૂર્ણપણે અલગ આ ઇમરજન્સી એલર્ટ સાથે મોબાઇલમાં જોરદાર ચેતવણીની ટોન પણ વાગી હતી, જેના કારણે ઘણા લોકો ક્ષણભર માટે કોઈ મોટી કુદરતી આપત્તિ સર્જાઈ હોવાની આશંકાથી ચોંકી ઉઠ્યા હતા. આ એલર્ટ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) દ્વારા સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ મારફતે મોકલવામાં આવ્યો હતો. એલર્ટમાં આગામી 24 કલાક દરમિયાન સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી હતી. આ સંદેશ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ અને વીડિયો ઝડપથી…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ માહોલ યથાવત, હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. 23 જુલાઈએ અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જુલાઈએ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત…

જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 24 લોકોના મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાને ભારે તબાહી મચાવી છે. રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા બે દિવસમાં હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં જોવા મળી છે. ભારે વરસાદના કારણે પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં…

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, નવસારી-વલસાડમાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યા છે. ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેમજ નદીઓ અને નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક વહીવટી તંત્રને પણ સાવચેતી રાખવા અને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં…

હિમાચલ પ્રદેશ: બે જગ્યાએ વાદળ ફાટ્યા, 18 મકાનો દટાયા, 150 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે. કાંગડા અને કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયું છે. અનેક મકાનો, રસ્તાઓ અને સરકારી યોજનાઓને નુકસાન પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં 150 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના શાહપુર સબડિવિઝનની બોહ ખીણમાં મંગળવારે સવારે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટ્યા બાદ આવેલા અચાનક પૂરમાં રુલેહાડ, બાંગર, ગઢગુન અને સ્પડા ગામોમાં ભારે નુકસાન થયું છે. વરસાદ અને કાટમાળના કારણે 18 ઘરો જમીનમાં દટાઈ ગયા છે. આ ઉપરાંત નવ ગૌશાળાઓ અને એક પ્રાથમિક શાળા પણ કાટમાળમાં દબાઈ ગઈ છે. હિમાચલ…

હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડશે સૌથી વધુ વરસાદ દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને અનેક રાજ્યોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)એ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, મધ્ય પ્રદેશ, ગોવા, કર્ણાટક સહિત અનેક રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 48થી 72 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય ચોમાસાની સિસ્ટમ તેમજ લો-પ્રેશર એરિયાના કારણે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. ગુજરાતમાં ક્યાં રહેશે ભારે વરસાદ? ગુજરાતમાં છેલ્લા…

આગામી 3 કલાકમાં 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં 2–3 ડિગ્રી ઘટાડાની શક્યતા

રાજ્યમાં માવઠાના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યે જાહેર કરાયેલા વેધર અપડેટ અનુસાર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે. આગામી 24 કલાકનું અનુમાન હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડા બાદ તાપમાનમાં મોટો ફેરફાર…

IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ

દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતમાં વધશે ગરમી આગામી અઠવાડિયામાં ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થવાની ધારણા છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ માં તાપમાન 35 થી 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિલ્હી -NCR વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે, જ્યારે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ખરાબ’ શ્રેણીમાં 203 આસપાસ રહેવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા 23 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા છે. 23 થી 24 ફેબ્રુઆરી દરમિયાન…

20 ફેબ્રુઆરીથી હવામાનમાં મોટો ફેરફાર, 6 રાજ્યોમાં IMD દ્વારા યેલો એલર્ટ જાહેર

ભારતના India Meteorological Department (IMD) દ્વારા દેશના અનેક રાજ્યો માટે વરસાદ, આંધિ-વીજળી અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઋતુ પરિવર્તનની વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો તો કેટલાકમાં ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે. 6 રાજ્યો માટે એલર્ટ IMD અનુસાર 20 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, સાથે ગાજવીજ અને કરા પણ પડી શકે છે. દિલ્હી અને ઉત્તર ભારત રાષ્ટ્રીય રાજધાની ન્યુ દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ વરસાદની શક્યતા નથી, પરંતુ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે. મહત્તમ તાપમાન 27°C અને લઘુત્તમ 14°C રહેવાની સંભાવના…