20 ફેબ્રુઆરીથી હવામાનમાં મોટો ફેરફાર, 6 રાજ્યોમાં IMD દ્વારા યેલો એલર્ટ જાહેર

ભારતના India Meteorological Department (IMD) દ્વારા દેશના અનેક રાજ્યો માટે વરસાદ, આંધિ-વીજળી અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઋતુ પરિવર્તનની વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો તો કેટલાકમાં ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે.

6 રાજ્યો માટે એલર્ટ
IMD અનુસાર 20 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, સાથે ગાજવીજ અને કરા પણ પડી શકે છે.

દિલ્હી અને ઉત્તર ભારત
રાષ્ટ્રીય રાજધાની ન્યુ દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ વરસાદની શક્યતા નથી, પરંતુ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે. મહત્તમ તાપમાન 27°C અને લઘુત્તમ 14°C રહેવાની સંભાવના છે. હવા ગુણવત્તામાં સુધારાને પગલે GRAPની કેટલીક પાબંદીઓ હટાવવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં હાલમાં કોઈ ખાસ વરસાદી એલર્ટ નથી, પરંતુ તાજેતરના વરસાદ બાદ સવાર-સાંજ ઠંડીનો અહેસાસ યથાવત રહેશે.

પહાડી રાજ્યોમાં ખાસ ચેતવણી
હિમાચલપ્રદેશમાં 23 ફેબ્રુઆરી સુધી વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. શિમલા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ઉત્તરાખંડમાં 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ અને તેજ પવનની આગાહી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

મધ્ય અને પૂર્વ ભારત
મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 28°C અને લઘુત્તમ 17°C રહેવાની સંભાવના છે. ઝારખંડમાં 24 ફેબ્રુઆરીએ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી છે. રાંચી સહિતના વિસ્તારોમાં હવામાન બગડવાની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં પણ અસર
તામિલનાડુ અને કેરેલામાં પણ 23 અને 24 ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ અને ગાજવીજની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે.

ખેડૂતો અને મુસાફરો માટે સૂચના
હવામાન વિભાગે ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને મુસાફરોને યાત્રા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને નાગરિકોને તાજા અપડેટ માટે IMDની સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…