ગુજરાતમાં ફરી ઠંડીનું જોર, IMDની વરસાદ અને ઠંડીની ડબલ ચેતવણી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદ સાથે ઠંડી વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. રાજ્યના શહેરોમાં તાપમાન અમદાવાદ અને અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી અને ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોના કારણે વહેલી સવાર અને રાત્રે ઠંડીની તીવ્રતા અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા બરફવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. શિમલા…

હવામાન અપડેટ: હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાં વરસાદ, કરા અને વાવાઝોડાની સંભાવના; દિલ્હીમાં પણ યેલો એલર્ટ

ઉત્તર ભારતમાં એક પછી એક સક્રિય થઈ રહેલા પશ્ચિમી વિક્ષેપો (Western Disturbance)ને કારણે હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ 23 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ગાજવીજ, વીજળી અને ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. તે જ સમયે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ અને હરિયાણા સહિત હિમાલયી વિસ્તારોમાં વરસાદ, કરા, વાવાઝોડા અને તેજ પવન સાથે હવામાન વધુ સક્રિય રહેવાની આગાહી છે. અનેક પશ્ચિમી વિક્ષેપોથી હવામાન અસ્થિર IMDના બુલેટિન અનુસાર, ઉત્તર પાકિસ્તાન ઉપર 3.1 કિમી ઊંચાઈએ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. સાથે જ 5.8 કિમી ઊંચાઈએ નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. ઉત્તરપૂર્વ ઈરાન ઉપર પણ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જ્યારે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર ચક્રવાતીય પરિભ્રમણ જોવા મળી…

ગુજરાતમાં આ તારીખથી ઠંડી સાથે માવઠાની સંભાવના, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં અચાનક ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી ઠંડી સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા છે. હવામાનની વિગતવાર સ્થિતિ હાલ બેવડી ઋતુમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત પર જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને ઠંડા પવનનું પ્રભાવ રહેશે. 22 થી 26 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે હળવો વરસાદ પડી શકે છે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ફરી હવામાનમાં ફેરફારની અને 13 ફેબ્રુઆરી આસપાસ પણ વાતાવરણ બદલાવાની શક્યતા છે. ખેડૂતો માટે ચેતવણી આગાહી મુજબ, રવિ પાકોની…

નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN

ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગુજરાતમાં 17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા વધી

ગુજરાતમાં ફરી એકવાર ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બર માસ દરમિયાન માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠેકઠેકાણે વરસાદ પડી શકે છે. તાજેતરમાં گزરી ગયેલા દિત્વાહ વાવાઝોડા બાદ રાજ્યના વાતાવરણમાં પહેલેથી જ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ભરશિયાળે પડતા આ સંભાવિત માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધવા લાગી છે, કારણ કે પાકોના અંતિમ તબક્કામાં પડતો વરસાદ નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વિભાગ તરફથી સત્તાવાર આગાહી આવવાની બાકી છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ અઠવાડિયામાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ અસર રહેવાની શક્યતા હોવાનું માનવામાં…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું: 74 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકો પર અસર પડી રહી છે. હવામાન વિભાગે આગામી છઠ્ઠા દિવસ સુધી હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે. આરંભે, 31 ઓક્ટોબરના રોજ રાજ્યના 74 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, અમરેલીના રાજુલામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદની નોંધ છે. 74 તાલુકામાં વરસાદનો વિતરણ ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા મળેલા માહિતી મુજબ, 31 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં વર્ષા નોંધાઇ: – અમરેલી: જાફરાબાદ – 1.57 ઇંચ – ભાવનગર: તળાજા – 1.1 ઇંચ ગીર સોમનાથના ઉના, ભાવનગરના મહુવા, નવસારીના ગણદેવી, વલસાડના વાપી, ઉમરગામ, પારડી સહિત…

ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર

જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે હાલ પરિક્રમા માર્ગ અપ્રવેશ્ય બની ગયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિક્રમા રૂટ પર ચાલવા કે વાહન લઇ જવા યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે માર્ગો પર અતિશય કીચડ અને પાણી ભરાયા છે. કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે,“યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે. હાલની પરિસ્થિતિ જોખમી હોવાથી પરિક્રમા રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી માર્ગો ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈને પણ…

દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા રહે છે અને ચોમાસા બાદ પણ એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. દિવાળીના આસપાસ વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે 17 ઓક્ટોબરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણને સીધી અસર કરશે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ, દિવાળી દરમિયાન વરસાદ? અગાઉ ચોમાસુ વિદાય લઈ ચૂક્યું હોવા છતાં અંબાલાલ પટેલે આગાહી કરી…

રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ રાત્રે ઉપલેટા પંથકમાં આશરે 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જે અચાનક શહેરમાં પૂરવર્ષા જેવા પરિસ્થિતિ સર્જી. આ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે વરસાદ અને ભેજના કારણે ઉપલેટા શહેરના એક જર્જરિત મકાનની છત અને કાટમાળ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મકાન વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ હતું, જેના કારણે કોઈપણ વ્યક્તિના મોત કે ઘાયલ થવાના આશંકા ટાળી શકાય. ઘટનાની જાણ થતાં ઉપલેટા વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા…

નવરાત્રીમાં મેઘરાજાની ખલેલ: બંગાળની ખાડીના ડિપ્રેશનને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં નવરાત્રિની ધૂમજમાળી વચ્ચે મેઘરાજા પણ બિનમુલાકાતી મહેમાનની જેમ આવી ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે નર્મદા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ ધ્યાને રહેવાની જરૂરિયાત છે. શું છે હવામાનમાં પરિવર્તનનું કારણ? હાલે દક્ષિણ બંગાળની ખાડી અને મધ્ય મ્યાનમાર વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જે 25 સપ્ટેમ્બરે નીચા દબાણ (Low Pressure) માં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને 26 સપ્ટેમ્બરે ડિપ્રેશનનું સ્વરૂપ લેશે એવી શક્યતા છે. 27 સપ્ટેમ્બરના આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે, જેને કારણે ગુજરાત પર ચોમાસાની પાછલી જોરદાર અસર જોવા મળી…