રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને ટેકો આપતા જાણો શું કહ્યું..
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીના નિર્ણયની પ્રશંસા કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં કરાયેલા જાતિ સર્વેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ સરકારને ટેકો આપવા તૈયાર છે. સરકારે જાતિગત વસ્તી ગણતરીનો સમય જણાવવો જોઈએ. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જાતિગત વસ્તી ગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનું સમર્થન કરીએ છીએ. પરંતુ સરકારે અમને જણાવવું જોઈએ કે તે કઈ તારીખ સુધીમાં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરશે. આ સાથે રાહુલ ગાંધીએ વસ્તી ગણતરી માટે બજેટ ફાળવવાની પણ માંગ કરી છે. કેન્દ્ર સરકારે શક્ય તેટલી વહેલી તકે સમયરેખા જાહેર કરવી જોઈએ:- રાહુલ ગાંધીએ કહ્યું કે…







