‘શું તે સારો રોલ મોડલ નથી..’, સુનીલ ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પુરસ્કાર અંગે ગૌતમ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર, BCCIએ ટીમના ખેલાડીઓ અને કોચમાં ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. હવે સુનીલ ગાવસ્કરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. ગાસ્કરે ટીમના કોચ ગૌતમ ગંભીર પર સવાલ ઉઠાવ્યા છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાના જણાવ્યા અનુસાર, સહાયક કોચ અને સહાયક સ્ટાફને 50-50 લાખ રૂપિયા મળશે, જ્યારે અધિકારીઓને 25-25 લાખ રૂપિયા મળશે. મહાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે અને પૂછ્યું છે કે શું ગંભીર ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડની જેમ તેના પગલે ચાલશે અને તેના સપોર્ટ સ્ટાફ પાસેથી વધુ પૈસા લેવાનો ઇનકાર કરશે. વાસ્તવમાં, 2024 માં ભારતની T20 વર્લ્ડ કપ જીત પછી, દ્રવિડે તેના બાકીના સપોર્ટ સ્ટાફની બરાબરી પર રોકડ…