‘શું તે સારો રોલ મોડલ નથી..’, સુનીલ ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પુરસ્કાર અંગે ગૌતમ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર, BCCIએ ટીમના ખેલાડીઓ અને કોચમાં ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. હવે સુનીલ ગાવસ્કરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. ગાસ્કરે ટીમના કોચ ગૌતમ ગંભીર પર સવાલ ઉઠાવ્યા છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાના જણાવ્યા અનુસાર, સહાયક કોચ અને સહાયક સ્ટાફને 50-50 લાખ રૂપિયા મળશે, જ્યારે અધિકારીઓને 25-25 લાખ રૂપિયા મળશે. મહાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે અને પૂછ્યું છે કે શું ગંભીર ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડની જેમ તેના પગલે ચાલશે અને તેના સપોર્ટ સ્ટાફ પાસેથી વધુ પૈસા લેવાનો ઇનકાર કરશે. વાસ્તવમાં, 2024 માં ભારતની T20 વર્લ્ડ કપ જીત પછી, દ્રવિડે તેના બાકીના સપોર્ટ સ્ટાફની બરાબરી પર રોકડ પુરસ્કાર લેવાનું પસંદ કર્યું હતું. જેના ખૂબ વખાણ થયા હતા. જોકે, ગંભીરે હજુ સુધી આવું કોઈ નિવેદન આપ્યું નથી.

T20 વર્લ્ડ કપની જીત બાદ, BCCIએ રોકડ ઈનામની રકમની જાહેરાત કરી હતી, જે બાદ તત્કાલિન કોચ રાહુલ દ્રવિડે તેના સાથી સભ્યો પાસેથી વધુ પૈસા લેવાનો ઈન્કાર કરી દીધો હતો અને ઈનામને તેના સાથીઓ સાથે સમાન રીતે વહેંચી દીધો હતો.ગાવસ્કરે આ વિશે વાત કરી અને કહ્યું, “બીસીસીઆઈ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી પુરસ્કારોની જાહેરાત કર્યાને પખવાડિયું થઈ ગયું છે, પરંતુ અમે વર્તમાન કોચ પાસેથી તે વિશે કંઈ સાંભળ્યું નથી કે તે દ્રવિડની જેમ જ કરશે… અથવા એવું છે કે દ્રવિડ આ બાબતમાં સારો રોલ મોડેલ નથી અને તે પાછળ રહી ગયો છે.”

ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ક્રિકેટરોને ઈનામ આપવા બદલ બીસીસીઆઈની પ્રશંસા કરતા કહ્યું, “હવે, અમારા છોકરાઓએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી, બીસીસીઆઈએ ટીમ અને સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિ માટે 58 કરોડ રૂપિયાની જંગી રકમની જાહેરાત કરી છે.”

પૂર્વ કેપ્ટને વધુમાં જણાવ્યું હતું. “ગત વર્ષે જુલાઈમાં ICC T20 વર્લ્ડ કપમાં શાનદાર જીત બાદ, BCCIએ ટીમ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારો માટે 125 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. તે ખરેખર અદ્ભુત છે કારણ કે બોર્ડ, જેની પાસે હવે પુષ્કળ પૈસા છે, તે દરેકના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યું છે અને તેમને ઉદારતાથી પુરસ્કાર આપી રહ્યું છે. BCCI એ ICC દ્વારા વિજેતા ખેલાડીઓને પૈસા આપવાની જાહેરાત કરી છે, જે સારા ખેલાડીઓને પૈસા આપી રહી છે.”

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *