SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. અને જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે :- મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી 3 કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કચ્છનાં પ્રવાસે, હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની લીધી મુલાકાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કચ્છનાં પ્રવાસે છે.ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરાની પ્રાચીન નગર રચના, સભ્યતા તથા જળ સંરક્ષણ સહિતની વિગતો જાણી રાષ્ટ્રપતિ અભિભૂત થયાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખડીર બેટ સ્થિત 5000 વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. આ પણ વાંચો :- ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર રાષ્ટ્રપતિને ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંઘ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત…

આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાતનાં પ્રવાસે, સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ શરૂ

આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડપ્રધાન મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. અને 2 માર્ચના રોજ સાસણગીરની મુલાકાત લેશે. ત્યારબાદ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણીમાં ભાગ લેશે. અને સાસણ ગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે. -> વડાપ્રધાન 3 માર્ચના રોજ જશે સોમનાથ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા માર્ચ મહિનાના આરંભમાં બે વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 2 માર્ચના રોજ સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ 3 માર્ચના રોજ તેઓ સોમનાથ મંદિરે જશે. આ પણ વાંચો : શ્રદ્ધાળુઓની સેવા કરવામાં નિષ્ફળ ગયો હોઉં તો…

વડાપ્રધાન મોદી ફરી વતન પધારશે, જાણો ક્યારે અને ક્યાં કાર્યક્રમમાં હાજરી આપશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આગામી માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 2 અને 3 માર્ચ ગુજરાત આવશે. -> 2 માર્ચે સાસણ ગીર પહોંચશે વડાપ્રધાન :- વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. -> વડાપ્રધાન ફરી 7 અને 8 માર્ચે આવશે ગુજરાત :- મળતી…