ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: 15 દિવસમાં જામીન-પેરોલ પરથી ફરાર 41 આરોપીઓ ઝડપાયા

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. 15 દિવસમાં 41 ફરાર આરોપીઓ ઝડપાયા ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે કુલ 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન 25 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 પૈકી 17 આરોપીઓ પણ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડાયેલા…