મકાનની બારી એવી ન રાખો કે બહારથી ઘરની મહિલાઓ દેખાઇ શકે, તાલીબાન સરકારનો આદેશ
તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરૂદ્ધ નવું ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાનના નવા કાયદા અનુસાર અફઘાનિસ્તાનમાં જે નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે તેમાં એવી બારી ન હોવી જોઈએ. કે જેમાંથી પડોશી કે પછી બહારની કોઇ વ્યક્તિ ઘરની અંદર રહેલી મહિલાને જોઇ શકે.. તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતાએ આ અંગે આદેશ જારી કર્યો છે. મહિલાઓની એક ઝલક મળવાથી અશ્લીલ હરકતો થઈ શકે છે તેવું તેમાં જણાવાયું છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે X પર આ સંબંધમાં એક પોસ્ટ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે નવા મકાનોમાં એવી બારી હોવી જોઈએ નહીં કે જેનાથી રસોડું, પડોશીનો કૂવો કે મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કોઈપણ જગ્યા નજરે પડે. મુજાહિદે વધુમાં કહ્યું કે, ‘મહિલાઓને રસોડામાં કામ કરતી જોઈ, વરંડામાં આવતી-જતી કે…
પુતિને આતંકીઓની સૂચિમાં શામેલ સંગઠનો પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું, લાવ્યા આ નવો કાયદો
રશિયન સંસદે નવો કાયદો પસાર કર્યો છે. આ કાયદો અમલમાં આવતા રશિયાની અદાલતો તે સંગઠનો પરનો પ્રતિબંધ હટાવી શકશે જેને આતંકવાદી સૂચિમાં મુકવામાં આવ્યા છે. આને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે સંબંધો સામાન્ય બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સિવાય રશિયા સીરિયાના નવા નેતૃત્વ સાથે પણ સારા સંબંધો જાળવી રાખવા માંગે છે.તમને જણાવી દઈએ કે કોઈ દેશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી નથી. જુલાઈમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાનને આતંકવાદ સામેની લડાઈમાં નવો ભાગીદાર ગણાવ્યો હતો. રશિયાનો નિર્ણય પશ્ચિમી દેશોથી અલગ છે જે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા ન આપવા પર અડગ છે. પશ્ચિમી રાજદ્વારીઓનું કહેવું છે કે મહિલાઓના અધિકારો પર તાલિબાનનું વલણ અસ્વીકાર્ય છે. તાલિબાને છોકરીઓ અને મહિલાઓ માટે ઉચ્ચ શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી…








