વાવાઝોડું ‘નારા’નો કહેર: 972 ગામો પ્રભાવિત, 1.87 લાખ લોકો મુશ્કેલીમાં

ટોંકિનની ખાડીમાં સક્રિય થયેલું ‘નારા’ નામનું ચક્રવાતી વાવાઝોડું દક્ષિણ-પૂર્વ એશિયાના અનેક દેશો માટે ગંભીર ખતરો બની રહ્યું છે. વાવાઝોડા સાથે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ મજબૂત બનતાં લાઓસ, વિયેતનામ, મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોએ આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરી છે. વિયેતનામના કિનારા નજીક પહોંચ્યું ‘નારા’ હાલમાં ‘નારા’ ટોંકિનની ખાડીમાં વિયેતનામના ઉત્તરીય કિનારાની નજીક સક્રિય છે. વાવાઝોડાનું કેન્દ્ર બેક લોન્ગ વી વિશેષ આર્થિક ક્ષેત્રની ઉત્તરે હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વિસ્તાર ક્વાંગ નિન્હથી આશરે 135 કિલોમીટર અને હાઇ ફોંગથી લગભગ 140 કિલોમીટર પૂર્વમાં છે. વાવાઝોડામાં પવનની ઝડપ 62થી 88 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે. તેની સાથે દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન અને…

મ્યાનમારમાં 300 થી વધુ પરમાણુ બોમ્બની શક્તિથી ધરતી ધ્રૂજી ઉઠી, અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી

ગયા શુક્રવારે, એટલે કે 29 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપે માત્ર મોટું નુકસાન જ નથી કર્યું પરંતુ તેને આવનારા દિવસો માટે ચેતવણી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં લગભગ 1,700 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 300 થી વધુ પરમાણુ બોમ્બ જેટલી ઊર્જા બહાર આવી હતી, એમ એક અગ્રણી યુએસ ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું. ભૂકંપના આંચકા મહિનાઓ સુધી રહી શકે છે:- ભૂસ્તરશાસ્ત્રી જેસ ફોનિક્સે સીએનએનને જણાવ્યું, “આવા ભૂકંપથી નીકળતી શક્તિ લગભગ 334 પરમાણુ બોમ્બ જેટલી હોય છે.” ફોનિક્સે ચેતવણી પણ આપી હતી કે મ્યાનમારમાં શુક્રવારના ભૂકંપના આફ્ટરશોક્સ “મહિનાઓ સુધી રહી શકે છે.” તેમણે કહ્યું કે આવું થશે કારણ કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ મ્યાનમારની નીચે યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. આના કારણે…

મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો

મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં સૌથી વધુ વિનાશ થયો છે. ત્યાં ગગનચુંબી ઇમારતો પત્તાના ઢગલા જેવી તૂટી પડી. એક મસ્જિદ ધરાશાયી થઈ છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પણ વાંચો :- UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઇંગ શહેરથી 16 કિમી ઉત્તરપશ્ચિમમાં, મંડલે નજીક અને સપાટીથી 10 કિમી નીચે હતું. ભૂકંપના કારણે રાજધાની નાયપીડોના રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઈ છે અને ઘણી ઊંચી ઇમારતોને પણ નુકસાન થયું…