Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા
દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરતમાં ક્રાઈમ રેટના આંકડા બહાર આવ્યા છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો સુરતમાં ક્રાઈમ રેટ વધ્યો! :- સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ નોંધાયા છે. તો બીજી તરફ બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ, મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે. આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા…
Rajkot : રાજકોટમાં આરોપીને LCBએ તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો, 11 વર્ષથી યુવકની હત્યાના કેસમાં હતો ફરાર
દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. તેવામાં 2014માં રાજકોટમાં યુવકની હત્યા કરીને 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો છે. રાજકોટમાં યુવકની હત્યા કરી 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ઝડપી પાડ્યો છે. 2014માં મવડીમાં રહેતા યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા યુવકની હત્યાના કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં બેફામ ફરતો હતો. રાજકોટ LCBને બાતમીના આધારે તમિલનાડુના તિરુનેલવેલીમાંથી…
Morbi : મોરબીમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો કેસ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ
મોરબીમાં પોલીસે હત્યા કેસનાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. શનિવારે રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર આધેડને ત્રણ લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જે બનાવમાં પોલીસે હત્યા કરનાર હાલ ત્રણેય હત્યારાઓ ઓળખ કરી લીધી હતી. અને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. અને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ મળતી માહિતી મુજબ, ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ નામના ટ્રાન્સપોર્ટર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના તેઓ ઓફિસથી જમવા ગયા હતા ત્યારે તેમના પિતા જેઠીગીરી…
Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા
વડોદરામાં 11 માર્ચના રહસ્યમય રીતે ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિની 3 દિવસથી ગુમ હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે. જાસપુર-લકડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા, બુટ અને મોબાઈલ મળી આવ્યા હતા.જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર મળતી માહિતી અનુસાર, યુવતી ભાયલીમાં ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી હતી. માતા-પિતા ન હોવાથી યુવતી તેના ભાઈ સાથે રહેતી હતી. 11 માર્ચે રહસ્યમય સંજોગોમાં યુવતી ગુમ થઈ હતી. યુવતીની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરિવારે યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. પાદરા પોલીસે ડોગ સ્કવોડની મદદ લઈ ઝીણવટભરી તપાસ…
Jamnagar : જામનગરમાં ખૂની ખેલ ખેલાયો, બે સગા ભાઈ પર હુમલાની ઘટનામાં એક ભાઈનું મોત
જામનગરના મોરકંડાના ધારમાં ખુની ખેલ ખેલાયો છે જેમાં પાડોશી દ્વારા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે તો અન્ય ભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.સામાન્ય બોલાચાલીમાં પાડોશીએ હુમલો કર્યો હતો. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે મળતી માહિતી મુજબ, જીવલેણ હુમલામાં મુન્ના રબારી નામના યુવકનું મોત થયું છે તો મુકેશ રબાણી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો છે.પોલીસે સમગ્ર મામલે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે.…
Ahmedabad : અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, યુવાનની કરાઈ ઘાતકી હત્યા
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, મૃતક અજીજ ખાન પઠાણ નરોડાના દિલીપની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. મૃતકના પત્ની અને ત્રણ બાળકો છે. જેમાં મૃતક અને પત્ની વચ્ચે વિવાદના કારણે છૂટાછેડા થઈ ગયા હતા. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો જેથી તેની પત્ની બાળકોને લઈને વટવા ખાતે રહેવા માટે જતી રહી હતી. પરતું થોડા સમય પછી બંને ફરી એક બીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી. અને સાથે રહેવાનું નક્કી…












