Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા

દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરતમાં ક્રાઈમ રેટના આંકડા બહાર આવ્યા છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો

સુરતમાં ક્રાઈમ રેટ વધ્યો! :- સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ નોંધાયા છે. તો બીજી તરફ બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ, મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે.

આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં બહાર વિગતો આવી બહાર :- સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડા મુજબ, છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ, સુરત શહેર, જિલ્લામાં બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા છે. સુરત શહેર, જિલ્લામાં બે વર્ષમાં ચોરીના 4,889 કેસ નોંધાયા છે. બે વર્ષમાં મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે. નવસારી જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 26 ગુના નોંધાયા છે. દુષ્કર્મના 44, ચોરીના 365, મહિલા અત્યાચારના 48 કેસ નોંધાયા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *