‘ભારતીય કાયદા માનવા જ પડશે’, Metaને કેન્દ્રની કડક ચેતવણી; ગ્લોબલ પોલિસીથી નહીં ચાલે કામ
ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવતી મેટા માટે હવે માત્ર તેની વૈશ્વિક નીતિઓનો આધાર પૂરતો નહીં રહે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી સેવાઓ ચલાવતી મેટાએ ભારતના કાયદા અને સ્થાનિક નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) અને મેટાના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં થયેલી ચર્ચાઓમાં કન્ટેન્ટ મોડરેશન, બાળ શોષણ સંબંધિત કન્ટેન્ટ, ડીપફેક અને પ્લેટફોર્મના રેકમેન્ડેશન એલ્ગોરિધમ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર મેટાના સમગ્ર એલ્ગોરિધમને બદલવાનો કોઈ આદેશ આપી રહી નથી. જોકે, પ્લેટફોર્મની નીતિઓ અને કન્ટેન્ટ મોડરેશનની પ્રક્રિયા ભારતીય કાયદા તથા દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ તે અંગે સરકારનું વલણ સ્પષ્ટ છે. ગ્લોબલ પોલિસી નહીં, ભારતીય…
AI સમિટમાં Jio ના AI ગોગલ્સ માટે થઈ પડાપડી, જાણો શું છે ખાસ
AI ઇમ્પેક્ટ સમિટ આજે, 21 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહી છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત આ વૈશ્વિક AI ઇવેન્ટમાં Jioના AI ચશ્મા માટે લાંબી કતારો લાગી હતી. અહેવાલો અનુસાર, હોલ નંબર 4 માં યુવાનોમાં Jio ફ્રેમ્સનો અનુભવ કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિલાયન્સ Jio એ ગયા વર્ષે તેની AGM માં આ ચશ્મા રજૂ કર્યા હતા. Jio ના આ AI ચશ્મા પહેરીને, તમે જે કંઈ જુઓ છો તેની માહિતી મેળવી શકો છો. મેટા પર આધારિત Jio ના AI ચશ્મા તમારા સ્વાસ્થ્ય કોચ તરીકે કાર્ય કરી શકે છે. જો તમે તેને પહેરીને કોઈ ખોરાક જુઓ છો, તો તે તમને જણાવશે કે તેમાં કેટલી કેલરી છે, અને પછી તમને આહાર વિશે સલાહ આપશે. વધુમાં, આ AI…








