Mehul Choksi Arrested: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ, બેલ્જિયમથી ભારત લાવવામાં આવશે!
મેહુલ ચોક્સીની ધરપકડ: મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી આચરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતમાંથી ભાગી ગયો અને બેલ્જિયમ પહોંચ્યો. Mehul Choksi Arrested:- પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં પોલીસે ધરપકડ કરી છે. 65 વર્ષીય ચોક્સીની શુક્રવારે (11 એપ્રિલ, 2025) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો. પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. અનેક અહેવાલોમાં એવું બહાર આવ્યું…







