ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20 સિરિઝની ત્રીજી મેચ, રાજકોટમાં સાંજના 7 વાગ્યે થશે શરુ

B INDIA રાજકોટ : આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાનાર છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટી 20 સાંજના 7 વાગ્યે શરુ થશે. અને 11ની આસપાસ પૂરી થઈ જશે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. જીત સાથે ભારત ટી 20 સીરિઝમાં 3-0 આગળ થઈ જશે અને આ રીતે તેને સીરિઝ જીતી થશે, અને જો હારે તો પણ મહેમાન ઈંગ્લેન્ડ કરતાં પણ આગળ હશે. જીતની સાથે ભારત પાસે ઈંગ્લેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કરવાની પણ તક હશે. -> ભારત સીરિઝમાં 2-0થી આગળ :- ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે, જીતની સાથે ભારત સીરિઝ જીતી જશે. ત્યાર બાદ ચોથી ટી 20 પુણેમાં 31 જાન્યુઆરીએ અને પાંચમી ટી 20…