ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20 સિરિઝની ત્રીજી મેચ, રાજકોટમાં સાંજના 7 વાગ્યે થશે શરુ

B INDIA રાજકોટ : આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાનાર છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટી 20 સાંજના 7 વાગ્યે શરુ થશે. અને 11ની આસપાસ પૂરી થઈ જશે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. જીત સાથે ભારત ટી 20 સીરિઝમાં 3-0 આગળ થઈ જશે અને આ રીતે તેને સીરિઝ જીતી થશે, અને જો હારે તો પણ મહેમાન ઈંગ્લેન્ડ કરતાં પણ આગળ હશે. જીતની સાથે ભારત પાસે ઈંગ્લેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કરવાની પણ તક હશે.

-> ભારત સીરિઝમાં 2-0થી આગળ :- ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે, જીતની સાથે ભારત સીરિઝ જીતી જશે. ત્યાર બાદ ચોથી ટી 20 પુણેમાં 31 જાન્યુઆરીએ અને પાંચમી ટી 20 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે.

-> છેલ્લી ટી 20 ક્યારે રમાઈ હતી :- રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને 91 રને હરાવીને ટી 20 જીતી હતી. આ ટી 20માં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન ફટકાર્યાં હતા.

-> નિરંજન શાહ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત :- પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. જેમાં 1 એસપી, 4 ડીવાયએસપી, 9 પીઆઈ, 31 PSI સહિત 400 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે. અમદાવાદ તરફથી આવતા વાહનોને બેડી ચોકડીથી મિતાણા ટંકારા તઈ જામનગર ધ્રોલ તરફ જઈ શકશે. જ્યારે માધાપર ચોકડી તેમજ ઘંટેશ્વર ટી પોસ્ટથી ભારે વાહનો જામનગર રોડ પર જઈ શકશે નહી.

Related Posts

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં… Struggle 2026

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં: વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર હોબાળો, ગુજરાત સરકાર હાય… હાય…ના નારા Gandhinagarમાં ટેક્સી અને રિક્ષાચાલક યુનિયનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી બહાર એકત્ર થયેલા ચાલકોએ પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ‘ગુજરાત સરકાર હાય… હાય…’ના નારા લગાવવામાં આવતા કચેરી બહારનો માહોલ ગરમાયો હતો. રિક્ષા અને ટેક્સી ચાલકો લાંબા સમયથી ભાડા, CNGના વધતા ખર્ચ, એપ આધારિત પરિવહન સેવાઓ અને ડ્રાઇવરોને મળતા વળતર સહિતના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તાજેતરના અહેવાલોમાં પણ યુનિયનો દ્વારા વાહન વ્યવહાર વિભાગ સમક્ષ આ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. -> Gandhinagar : વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર વિરોધ :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *