અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’, ₹250 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના રોજ સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની “મંથન બેઠક” યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા તેમજ સહકારી સંઘવાદને મજબૂત બનાવવાની દિશામાં આ મંથન બેઠક એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે, તેમ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. સહકાર ક્ષેત્રની મંથન બેઠક અંગે વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, આ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સમગ્ર પરિષદ દરમિયાન કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને સચિવ કક્ષાના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સહકાર…
અમદાવાદ: જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગુજરાતની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ, નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની…
અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025 – 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર સમયે: સવારે 10:00 કલાકે કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે. – દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા સ્થળ: ચાંગડા ગામ સમયે: બપોરે 2:00 કલાકે શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે. સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે. – પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા સ્થળ: મહુલિયા ગામ સમયે: સાંજે 5:00 કલાકે રાજ્યની જિલ્લા…









