અમદાવાદ: જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગુજરાતની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.

આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ, નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરથી પરિચિત થશે. તેમની આ મુલાકાતથી ભારત-જર્મની સંબંધોમાં નવી ઊર્જા અને મજબૂતી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…