LPG ગ્રાહકો માટે મોટા સમાચાર: e-KYCની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાઈ

દેશભરના ઘરેલુ LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આધાર આધારિત e-KYC અને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવવામાં આવી છે. અગાઉ 23 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા હતી, જેને હવે 31 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આ અંગે ડીલરોને જાણ કરવામાં આવી છે. ગ્રાહકોને છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલીથી બચવા માટે સમયસર e-KYC પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. 31 ઓગસ્ટ છે નવી અંતિમ તારીખ જે ઘરેલુ LPG ગ્રાહકોની e-KYC પ્રક્રિયા હજુ બાકી છે, તેમના માટે 31 ઓગસ્ટ 2026 સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ આ પ્રક્રિયા માટે અલગ-અલગ સમયમર્યાદા જાહેર થયા બાદ તેને તબક્કાવાર લંબાવવામાં આવી હતી. હવે 31 ઓગસ્ટને અંતિમ સમયમર્યાદા તરીકે જણાવવામાં આવી રહી…

LPG e-KYCની ડેડલાઇન પૂરી: શું હવે ગેસ સિલિન્ડર આવતો બંધ થઈ જશે? જાણો સમગ્ર નિયમ

LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. LPG e-KYC કરાવવાની નિર્ધારિત ડેડલાઇન 23 ઓગસ્ટ 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી હતી. ડેડલાઇન પૂરી થતાં એવા ગ્રાહકોમાં ચિંતા વધી છે કે જેમણે હજુ સુધી પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી. ખાસ કરીને સબસિડી બંધ થવાની અને ગેસ સિલિન્ડરનું બુકિંગ અટકી જવાની શક્યતાને લઈને ગ્રાહકોમાં અનેક સવાલો ઊભા થયા છે. શું ડેડલાઇન પૂરી થતાં જ LPG સિલિન્ડર બંધ થઈ જશે? e-KYCની ડેડલાઇન ચૂકી જવાથી ઘરમાં LPG સિલિન્ડરનો પુરવઠો તરત જ બંધ થઈ જશે એવું માનવું યોગ્ય નથી. માત્ર નિર્ધારિત તારીખ પસાર થઈ ગઈ છે એટલે કનેક્શન તરત રદ થઈ જાય અથવા સિલિન્ડરનું…

LPG e-KYC માટે હવે માત્ર બે દિવસ બાકી, 23 ઓગસ્ટ પહેલાં પૂર્ણ કરો પ્રક્રિયા

રાંધણગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસના જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત e-KYC પૂર્ણ કરી નથી, તેમના માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે. LPG e-KYCની અંતિમ તારીખ 23 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા માટે 16 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા હતી, જેને બાદમાં વધારવામાં આવી હતી. જે ગ્રાહકોએ હજુ સુધી e-KYC પૂર્ણ કરી નથી તેમણે સમયમર્યાદા પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જરૂરી છે. છેલ્લી તારીખ બાદ LPG સિલિન્ડર બુકિંગ અને સબસિડી સંબંધિત સેવાઓમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. શા માટે જરૂરી છે LPG e-KYC? e-KYCનો મુખ્ય હેતુ LPG ગ્રાહકોની ઓળખની ચકાસણી કરવાનો છે. આધાર આધારિત ચકાસણીથી સાચા ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવે…

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની મોટી તૈયારી, 2027માં અમેરિકાથી 25 ટકા સુધી LPG ખરીદવાની યોજના

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૂરાજકીય તંગદિલી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે ઊર્જા સપ્લાયને લઈને ઊભા થયેલા જોખમ વચ્ચે ભારતે LPG પુરવઠાને લઈને મહત્વપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરી છે. ભારત 2027માં પોતાની કુલ LPG આયાતમાંથી 25 ટકા સુધીનો જથ્થો અમેરિકા પાસેથી મેળવવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ મધ્ય પૂર્વ પરની નિર્ભરતા ઘટાડવા ઉપરાંત દેશમાં રસોઈ ગેસનો પુરવઠો સુરક્ષિત રાખવાનો છે. હોર્મુઝ સંકટ વચ્ચે ત્રણ સરકારી ઓઈલ કંપનીઓને મોટી જવાબદારી હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકાથી LPG ખરીદવાની પ્રક્રિયામાં દેશની ત્રણ મોટી સરકારી ઓઈલ કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) 2027 માટે અમેરિકાથી LPG મેળવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં છે. Reutersના અહેવાલ મુજબ, આ ત્રણેય…

બજેટના દિવસે ઝટકો ! LPG સિલિન્ડરમાં ઝીંકાયો ₹50નો વધારો

LPG સિલિન્ડર ગ્રાહકોને આજે બજેટ પહેલા જ ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડર અને ઘરેલુ સિલિન્ડરના દર આજે, 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ અપડેટ કરવામાં આવ્યા છે. દિલ્હીથી પટના જતા વાણિજ્યિક સિલિન્ડર ગ્રાહકોને આશરે 50 રૂપિયાનો જોરદાર આંચકો લાગ્યો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. 1 ફેબ્રુઆરી, 2026 થી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરો સહિત દેશભરમાં તે મોંઘુ થઈ ગયું છે. આ વખતે પણ ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. એક તરફ આજે બજેટ રજૂ થઈ રહ્યું છે. બીજી તરફ આજે જ  સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. સતત બીજા મહિને ભાવમાં…

LPG, આધાર કાર્ડથી લઈને GST સુધી… આ નિયમો આજથી આવી રહ્યા છે અમલમાં, જે તમારા મંથલી બજેટને કરશે અસર

દર મહિનાની જેમ, નવેમ્બરમાં પણ ઘણા નાણાકીય ફેરફારો થવાના છે જે તમારા માસિક ખર્ચ પર સીધી અસર કરશે. મહિના દરમિયાન LPG થી લઈને આધાર સુધીના નિયમો બદલાઈ રહ્યા છે. વધુમાં, નવા GST સ્લેબ અને કાર્ડ ફી પણ નવેમ્બરથી લાગુ થવાના છે. ચાલો જાણીએ કે 1 નવેમ્બરથી શું બદલાઈ રહ્યું છે અને તે તમારા ખિસ્સા પર કેવી અસર કરશે. LPG સસ્તું થયું IOCL વેબસાઇટ અનુસાર, 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવ આજથી બદલાયા છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે ₹1590.50 છે. જોકે, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લે એપ્રિલમાં આમાં સુધારો કરવામાં આવ્યો હતો. આધાર અપડેટ ચાર્જમાં સુધારો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ…

મોંઘવારીનો વધુ એક માર, ઘરેલુ ગેસ સિલિન્ડર થયું મોંઘું

મોંઘવારીથી જનતાની કમર તૂટી રહી છે. આ દરમિયાન મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે. આ દરમિયાન આજે સોમવારે દેશને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 14 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે. આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો; ગ્રાહકો પર કોઈ અસર નહીં હરદીપ સિંહ પુરીએ શું કહ્યું ભાવ વધારા અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે અને અહીં ભાવ ઘટી રહ્યા…