Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે ગુજરાત વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થનાર છે. વન અને પર્યાવરણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તથા ક્લાઈમેટ ચેન્જની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત બિન સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થનાર છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી આ ઉપરાંત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ લઘુમતિ કલ્યાણ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય હાર્દિક પટેલ રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા આરોગ્ય અધિકાર વિધેયક…

gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ

ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે :- જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે…