કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયો અકસ્માત, વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 5ના મોત
શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં નેલોગી ક્રોસ પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાન (મેક્સિકેબ) રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 11 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ખ્વાજા બંદે નવાઝ દરગાહ જઈ રહ્યા હતા શ્રદ્ધાળુઓમળતી માહિતી મુજબ, અકસ્માત સમયે, બધા મુસાફરો કાલાબુર્ગી સ્થિત પ્રખ્યાત ખ્વાજા બંદે નવાઝ દરગાહ તરફ જઈ રહ્યા હતા. બધા મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાન પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ. મૃતકોની ઓળખ થઈઅકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોની ઓળખ વાજિદ, મહેબૂબી, પ્રિયંકા અને મહેબૂબ તરીકે થઈ છે. આ બધા દરગાહ જય રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કાલાબુર્ગીની GIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…







