કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય

બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ છે, પરંતુ આ વખતની ચર્ચા માત્ર તારિક રહેમાન સુધી સીમિત નથી. તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એરપોર્ટ પર ઉમટ્યો જનસાગર તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટ સિલહટમાં સ્ટોપઓવર કર્યા બાદ ગુરુવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ. એરપોર્ટની બહાર ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લાખો BNP સમર્થકો પોતાના નેતાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા. કેમ ચર્ચામાં છે જાઈમા રહેમાન? તારિક રહેમાન પોતાની પત્ની ડૉ.…