કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય

બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ છે, પરંતુ આ વખતની ચર્ચા માત્ર તારિક રહેમાન સુધી સીમિત નથી. તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.

એરપોર્ટ પર ઉમટ્યો જનસાગર
તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટ સિલહટમાં સ્ટોપઓવર કર્યા બાદ ગુરુવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ. એરપોર્ટની બહાર ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લાખો BNP સમર્થકો પોતાના નેતાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા.

કેમ ચર્ચામાં છે જાઈમા રહેમાન?
તારિક રહેમાન પોતાની પત્ની ડૉ. જુબેદા રહેમાન અને દીકરી જાઈમા જરનાજ રહેમાન સાથે ઢાકા પહોંચ્યા હતા. એરપોર્ટ પર પરિવારની સાથે લેવાયેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સિલહટમાં લેન્ડિંગ બાદ જાઈમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું – “આખરે સિલહટમાં, બાંગ્લાદેશની ધરતી પર.” ત્યારબાદ તેમની વધુ એક પોસ્ટે ચર્ચાને વધુ વેગ આપ્યો.

સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
જાઈમાની પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો બાંગ્લાદેશની રાજનીતિમાં નવી પેઢીના આગમનની વાત કરી રહ્યા છે, તો કેટલાકનું માનવું છે કે જાઈમા ટૂંક સમયમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી શકે છે.

જાઈમા રહેમાન વિશે જાણકારી
લગભગ 30 વર્ષની ઉંમરની જાઈમા રહેમાને લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ લિંકન ઈનથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી છે. તેઓ લંડનમાં પ્રેક્ટિસિંગ બેરિસ્ટર તરીકે કાર્યરત રહી ચૂકી છે. જાઈમા પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાની એકમાત્ર પ્રપૌત્રી છે. અત્યાર સુધી તેઓ ઔપચારિક રાજકારણથી દૂર રહી છે, પરંતુ તાજેતરમાં BNPની કેટલીક વર્ચ્યુઅલ બેઠકમાં તેમની હાજરીએ રાજકીય ચર્ચાઓને નવી દિશા આપી છે.

BNP માટે રાજકીય લાભ?
તારિક રહેમાનની વાપસી ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા થઈ છે, જેને BNP માટે મોટો રાજકીય લાભ માનવામાં આવી રહ્યો છે. સમર્થકોનું માનવું છે કે જાઈમા રહેમાનની હાજરી પાર્ટીમાં નવી ઊર્જા ભરી શકે છે. જોકે, તારિક રહેમાન અગાઉ કહી ચૂક્યા છે કે તેમની પત્ની અને દીકરી રાજકારણમાં સક્રિય થશે કે નહીં, તે આવનારો સમય નક્કી કરશે.

તારિક રહેમાનની વાપસી અને જાઈમા રહેમાનની હાજરીને લઈ બાંગ્લાદેશની રાજનીતિમાં હવે નવી શક્યતાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Titanic : 1912 સદીઓ વીતી ગયા છતાં ઇતિહાસના દરિયામાં ક્યારેય ન ડૂબેલી એક અવિસ્મરણીય કથા! Deep Mystery

Titanic ક્યારે બન્યું, કોણે બનાવ્યું અને 1912માં આ વિશાળ જહાજ હિમશિલા સાથે અથડાયા બાદ કેવી રીતે ડૂબ્યું? જાણો Titanicની સંપૂર્ણ કહાની, દુર્ઘટના, લાઇફબોટ અને કાટમાળ મળવાની રસપ્રદ માહિતી. -> Titanic : એક એવું જહાજ જે ક્યારેય ભૂલાશે નહીં ટાઇટેનિક : દુનિયાનું સૌથી પ્રસિદ્ધ જહાજ : RMS ટાઇટેનિક દુનિયાના સૌથી પ્રસિદ્ધ પેસેન્જર જહાજોમાંનું એક હતું. પોતાના સમયનું આ વિશાળ અને વૈભવી જહાજ બ્રિટનના White Star Line દ્વારા બનાવવામાં આવ્યું હતું. ટાઇટેનિક પોતાની પહેલી જ સફરમાં ઇંગ્લેન્ડથી અમેરિકા જઈ રહ્યું હતું. પરંતુ 15 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિક ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આ જહાજ એક વિશાળ હિમશિલા સાથે અથડાયું અને થોડા કલાકોમાં સમુદ્રમાં ડૂબી ગયું.   -> Titanic ક્યારે બનાવવામાં આવ્યું હતું? ટાઇટેનિક નું નિર્માણ ક્યારે થયું? : ટાઇટેનિક નું…

Atal Good Governance Award 2026: 7 મહત્વના વિભાગોના અધિકારીઓનું થશે સન્માન.. Prime Reward..

ગુજરાત સરકારનો ‘Atal સુશાસન પુરસ્કાર’ : શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું થશે સન્માન Atal ગાંધીનગર, 21 સપ્ટેમ્બર: ગુજરાતના વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘Atal સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્તમ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ આ યોજના ચાલુ નાણાકીય વર્ષ 2025-26થી અમલમાં મૂકવામાં આવી છે. આગામી વર્ષોમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવશે. અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓ દ્વારા કરવામાં…