Ahmedabad : SGVP સંસ્થાન દ્વારા ઉજવાયો શરદોત્સવ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ SGVP સંસ્થાન દ્વારા ભવ્ય રીતે આયોજિત શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. SGVP સંસ્થાન ઉજવામાં આવેલ શરદોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રીજગદીશભાઈ વિશ્વકર્મા, SGVPના સંત સમુદાયના આગેવાનો, તેમજ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરીયા સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.   જોવા મળ્યું સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય શરદોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત અને સંસ્કૃતિક રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. SGVP સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમને ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો હતો. Follow us On Social…

ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર

જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની…

જગદીશ વિશ્વકર્માએ BJP પ્રદેશ પ્રમુખ માટે ભર્યું ફોર્મ, કાલે ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ

ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ અન્ય બીજા કોઈ નેતાએ ફોર્મ ભર્યું નથી. ત્યારે આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થશે. જગદીશ વિશ્વકર્મા ભુપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તેમણે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. અન્ય વ્યક્તિએ ફોર્મ નથી ભર્યું ત્યારે હવે ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માના હાથે જશે અને તે પાટિલના ઉતરાધિકારી બનશે એ નિશ્ચિત છે. ગુજરાત ભાજપને મળશે 11માં પ્રદેશ અધ્યક્ષ આ વર્ષે ગુજરાતમાં પાલિકા અને પંચાયત યોજાશે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ…

આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ ! આ નેતાનું નામ લગભગ ફાઇનલ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલુઇ રહી છે. આ દરમિયાન હવે ગઇકાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ ભાજપ આજે OBC નેતા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા લગભગ ફાઇનલ માનવામાં આવે છે. હાલ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તે ફોર્મ ભરશે. બીજી તરફ આવતી કાલે મતદાન થશે. પરંતુ જો આજે કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો આજે જ પ્રદેશ અધ્યક્ષના નામની થઈ શકે છે જાહેરાત. આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બપોરે 12.39 કલાકે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે. બીજી તરફ હવે એવી પણ…