ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી , જાણો શું છે મામલો
ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, પીએમ જ્યોર્જિયા મેલોની પર ઇટલીમાં ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) ના ધરપકડ વોરંટ બાદ લિબિયન પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ આરોપ બાદ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની રાજીનામું આપશે કે નહીં તે તો સમય જ કહેશે. દરમિયાન, પીએમ મેલોનીએ મંગળવારે જણાવ્યું હતું કે તેમને ન્યાયિક તપાસ હેઠળ મૂકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજીનામું આપવાની કોઈ જવાબદારી હેઠળ નથી અને ઇટલીમાં તપાસનો સામનો કરવો એ ગુનાનો પુરાવો નથી અને કોઈ ઔપચારિક આરોપો લાગુ થશે નહીં. -> પીએમ મેલોની સામે ન્યાયિક તપાસ…







