Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”

રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકને મારવાની ઘટનામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમારા આગેવાનો મારમારીની ઘટનામાં ભોગ બનેલ યુવકને મળવા ગયા હતા. સામાજિક તણાવ ના થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. પરશોત્તમ રુપાલાએ તમામને સામાજિક સૌહાર્દ જળવાય તેને લઈને અપીલ કરી છે. ગોંડલમાં પાટીદાર યુવક સામે થયેલ ઘટનામાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું. આ પણ વાંચો :- અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી જો કે, પરશોત્તમ રુપાલાએ ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે, અકસ્માતે મોત થયું હતું તેને લઈને ચાલતા વિવાદમાં બોલવાનું ટાળ્યું. સાંસદ પરશોત્તમ રુપાલા અવારનવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા હોય છે. થોડા દિવસો અગાઉ…

Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે ગુજરાત વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થનાર છે. વન અને પર્યાવરણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તથા ક્લાઈમેટ ચેન્જની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત બિન સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થનાર છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી આ ઉપરાંત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ લઘુમતિ કલ્યાણ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય હાર્દિક પટેલ રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા આરોગ્ય અધિકાર વિધેયક…

Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળની શરૂઆત, ઉદ્યોગ સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે વિધાનસભાની બે બેઠકો યોજાય છે. જેમાં સવારે 9 વાગ્યાથી એક વિધાનસભાની પ્રથમ બેઠક શરુ થઈ ગઈ છે. આ સભાની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવી છે. આ ઉપરાંત આ બેઠકમાં ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી રહી છે. આ પણ વાંચો :- Ahmedabad : ગુજરાતમાં ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત,પવનની દિશા બદલાતા ઘટ્યું તાપમાન વધુમાં મળતી માહિતી મુજબ શ્રમ રોજગાર, સામાજિક ન્યાય અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા કરાશે. વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે. અને ત્યારબાદ કૃષિ, માહિતી પ્રસારણ અને બંદરો તેમજ વાહનવ્યવહાર વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરાશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે…

gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને આજથી હડતાળની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ તેમની વારંવારની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ આરોગ્યકર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર, DDOને આવેદનપત્ર આપશે. તેમજ 18 અને 19 માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે. આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદન પત્રમાં ગ્રેડ પે, ટેક્નિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનોનો ઉકેલ ના…

Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા

ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક આ બેઠક આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બિન સરકારી સભ્યોના કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ પાંચમા અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અંદાજ પત્રક સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે. ગત રોજ સરકાર દ્વારા વિજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024માં અદાણી પાવર ને રાજ્ય સરકારે 1403…

પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરુઆત, જાણો કયાં-કયાં મુદ્દાઓ પર થશે ચર્ચા

B INDIA ગાંધીનગર : ગાંધીનગરમાં આજે વિધાનસભાની બેઠકની શરુઆત થવાની છે. જેમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. જોકે, રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રશ્વોત્તરી કાળ બાદ ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે. જેમાં બિન સરકારી વિધેયક પર ચર્ચા થનાર છે. આ ઉપરાંત અન્ય 4 બિન સરકારી વિધેયક ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન થશે. આ ઉપરાંત ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયકનું વાંચન વિધાનસભામાં કરવામાં આવશે. જેમાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકવા બાબત વિધેયકનું વાંચન થનાર છે. જેમાં…